તલોદ ખાતે સાબરકાંઠા -અરવલ્લી રબારી સમાજનો સ્નેહ મિલન તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન-ઈનામ વિતરણ સમારોહ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સાબરકાંઠા -અરવલ્લી રબારી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે તલોદ ખાતે રબારી સમાજનો સ્નેહ મિલન તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન -ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે ધોરણ 8 થી 12માં સૌથી વધુ ટકા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, અંગ્રેજી વિષયની દીક્ષનરી તેમજ જનરલ નોલેજનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તલોદ ખાતેના રબારી સમાજના સ્ટડી સેન્ટરમાંથી પ્રશિક્ષણ લ‌ઈને સરકારી નોકરીમાં ભરતી થયેલા અધિકારીઓ- કર્મચારીઓ, વિવિધ પદ પર બઢતી પ્રાપ્ત સમાજના અધિકારીઓ, સમાજની વિશિષ્ટ પ્રતિભાઓ તેમજ નિવૃત્ત અધિકારીઓનું પ્રમાણપત્ર -શાલ, ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સ્નેહ મિલન કાર્યક્રમમાં દલાનીમુવાડીના  ભોજનના આજીવન દાતા શ્રી બળદેવભાઇ રબારી, ઈનામના આજીવન દાતા શ્રી નાગજીભાઈ રબારી, મંડપના આજીવન દાતા શ્રી બળદેવભાઈ મેઘાભાઈ દેસાઈપુરા, ચા -નાસ્તાના આજીવન દાતા શ્રી રાકેશભાઈ રણછોડભાઈ, દેસાઈપુરાનું સન્માન કરવામાં આવેલ હતું.વરિષ્ઠ પત્રકાર અને દાતા શ્રી અમૃતભાઈ દેસાઈએ રૂ.151000/-, શ્રી હેમરાજભાઈ દેસાઈ રસુલપુરએ 1,51,000/-, શ્રી કનુભાઈ રામજીભાઈ અને પરિવારે રૂ.100000/- ના દાનની રકમ અર્પણ કરેલ હતી. વધુમાં દાતાશ્રી બળદેવભાઈ મેવાભાઇ દલાનીમુવાડીએ અગાઉ રૂ.250000/- દાન આપેલ હતું જે વધારીને રૂ.5,00,000/-, શ્રી શામળિયા ગ્રુપ શ્રી સાવનભાઈ દેસાઈ, હિંમતનગરએ રૂ.51000/- નું દાન વિગેરે દાતાશ્રીઓએ માતબર રકમનાં દાન આપેલ હતા. વિવિધ દાતાશ્રીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

તલોદ ખાતે નિર્માણધીન રબારી સમાજના સ્ટડી સેન્ટર -વિદ્યા મંદિરમાં આર્થિક સહયોગ માટે વિદ્યાની દેવી સરસ્વતી-ઈષ્ટદેવ દ્વારકાધીશની છબી સાથેનો ‘ રબારી સમાજ શિક્ષણ જાગૃતિ રથ’નો મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન- શુભારંભ કરવવામાં આવ્યો હતો. આ શિક્ષણ રથને ગામે ગામ પરિભ્રમણ કરાયા બાદ છેલ્લે સ્ટડી સેન્ટર ખાતે તેનું સ્થાપન કરવામાં આવશે અને તેની સમાજ દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવશે, તેમ નક્કી કરવામાં આવ્યું. 

કાર્યક્રમ દરમ્યાન સમાજના વિદ્યાર્થીઓ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરી નોકરી લાગેલા હોઈ હાજર 11 (અગિયાર) રૂ.2,75,000/ ની રકમનું દાન નવનિયુક્ત યુવાનોએ તેઓના નોકરીના એક માસનો પગાર સ્ટડી સેન્ટરના મકાન માટે અર્પણ કરેલ હતો.

કાર્યક્રમમાં હાજર રહેલા બનાસકાંઠા જિલ્લાના બે કુટુંબો જે રોજગારી અર્થે અહીં વસવાટ કરે છે તેઓ દ્વારા આપણા બાળકોની સંસ્થાના મકાન માટે રૂ.11,000/ દાન અર્પણ કરેલ હતું.

સન્માન અને ઇનામ મેળવનાર વિધાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થી શ્રી વિરાજ હિતેષભાઇ ખોડાભાઈ ગામ આંજણાએ પ્રતિભાવમાં સમાજની શૈક્ષણિક વિકાસ માટેની આં પ્રવૃત્તિની સરાહના કરી, પરિશ્રમ કરવાથી સફળતા મળે, કોઈ ચમત્કાર થતો નથી, જાતે ક્રમ કરવો પડે, ઉંચા ધ્યેગ રાખવા જોઈએ તેમ જણાવી નાના બાળકોનું સન્માન કરવા અને પ્રોત્સાહિત કરવા બદલ સમાજના સર્વે આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો.

કાર્યક્રમમાં હાજર સમાજના ભાઈ બહેનોએ સમાજના સ્ટડી સેન્ટરના નિર્માણાધિન મકાનના કામની પ્રગતિની જાત મુલાકાત લીધેલ હતી. 

શ્રી કે. ડી. દેસાઈ, નિવૃત્ત સચિવશ્રીએ સાબરકાંઠા અરવલ્લી સમાજના આગેવાનોને સમાજના શિક્ષણની સેવા માટે ધન્યવાદ આપેલ હતો. કાર્યક્રમ બાદ એસટી ડ્રાયવરની પરીક્ષાના 55 ઉમેદવારોને સંસ્થાના વર્ગખંડમાં 4 કલાકની સળંગ તાલીમ અને સંસ્થા તરફથી રૂ.500/ ની કિંમતના કુલ 55 પુસ્તકો તૈયારી માટે આપવામાં આવેલ.

આજના કાર્યક્રમ દરમિયાન રૂ.5000/ આજીવન સભ્ય ફી ભરીને 11 નવા સભ્યો નોંધાયેલ હતા.

આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો ચાલુ કરવાના હોઈ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફોર્મ ભરી નોંધણી કરાવવા અપીલ કરવામાં આવેલ હતી.બંને જિલ્લાના સમાજ દ્વારા કાર્યક્રમમાં વિસ્તારના તમામ પરગણાના આગેવાનો અને દાતાઓનું નું ભગવાન વાળીનાથની શિવયાત્રાના સફળ સંચાલન માટે સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ધર્મમાં વાપરીએ છીએ તેના કરતાં સવાયું શિક્ષણ માટે વાપરવાનો સમય આવી ગયેલ હોઈ તેની અપીલ કરવામાં આવેલ હતી.સ્ટડી સેન્ટરના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. જે અભિનંદનને પાત્ર હતી. આપણા બાળકો શીલ, શિક્ષણ અને સંસ્કારથી શોભી ઉઠેલ તેના તાદ્દશ દર્શન થયેલ હતા.કાર્યક્રમ બાદ બંને જિલ્લાના આગેવાનોની સમૂહલગ્ન સમિતિની મીટીંગ સ્ટડી સેન્ટરના પ્રાંગણમાં કરવામાં આવેલ હતી.સમાજના શિક્ષકરત્નો શ્રી અલ્પેશભાઈ મોયદ, શ્રી રામજીભાઈ લાલપુર, શ્રી વિરમભાઈ જીતપુરએ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ હતું,સર્વે મહાનુભાવો, મહેમાનોએ સમાજની આવનારી પેઢીના ઉત્તમ શિક્ષણ અને પ્રગતિ માટે ચિંતા વ્યક્ત કરી ઘટતું બધું કરવા સૌને કટીબધ્ધ થવા આહવાન કરેલ હતું.આ કાર્યક્રમમાં ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લીલાભાઈ, ઉપ પ્રમુખશ્રી નાગજીભાઈ, મંત્રીશ્રી વાસુદેવભાઈ,ટ્રસ્ટીશ્રીઓ રાજાભાઈ દેસાઈ, પ્રભાતભાઈ દેસાઈ, પ્રો મનહરભાઈ દેસાઈ,શ્રી માવજીભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, શ્રી નવધણભાઈ દેસાઈ,શ્રી ખોડાભાઈ દેસાઈ ધનજીભાઈ દેસાઈ બોરમઠ વિગેરે ટ્રસ્ટીશ્રીઓ તેમજ પરગણાના આગેવાનો, સાબરકાંઠા-અરવલ્લી સમાજના અગ્રણીઓ,ભાઈ -બહેનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *