વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 સંવત 2080 માગશર માસની પ્રથમ અમાસે  વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજએ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.

કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.

 વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.

વડોદરા જીલ્લા ના મા નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે  2024 ની પ્રથમ અમાસે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. વર્ષ ની પ્રથમ અમાસે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ને ફૂલોથી શણગારવામા આવ્યુ હતું  કરનાળી અમાસ ભરતા ભાવિક ભક્તો અગિયારસ થી અમાસ સુધી નિયમિત દર્શન કરી માથું ટેકવે છે. ચૌદશ ની રાત્રી થી ભક્તોએ શ્રધ્ધા થી માથુ ટેકવ્યુ હતું.કુબેર દાદા ને ભક્તો દ્વારા અવનવા રંગબેરંગી સાફા ચડાવવામા આવે છે . વિવિધ ફૂલો થી કુબેર મંદિર ને ખૂબ સુંદર શણગાર કરવાભા આવ્યો હતો.રાત્રી ના 12 કલાકે મંદિર ના કપાટ ખૂલતા ભક્તોએ  જયકુબેર  જયજયકુબેર ના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતું. હતો.દર માસ ની અમાસે  ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણે ખૂણે થી દર્શનાર્થીઓ કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે .મંદિર પ્રશાસન દ્વારા મંદિર ની ખૂબ સુંદર શણગાર કરવામા આવ્યો હતો ભાવિક ભક્તો માટે વિશાળ ભંડારા નું આયોજન કરવામા આવે છે ભક્તોની સલામતી, પાર્કિંગ અને ભોજન પ્રસાદી માટે સગવડ ઉભી કરવામા આવી છે.  પોલીસ પ્રશાસને ખડેપગે રહી કામગીરી બજાવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ એ ભાવિક ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *