ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી 

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)

ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ખાતે ફુલહાર મીણબત્તી થી ગુરુ રોહિદાસ મહારાજની જયંતિ જોવામાં આવી અને કોટી કોટી વંદન કરવામાં આવ્યું હતું નાથિ બેન ગોવાભાઇ શામળીયા દક્ષ કુમાર ભારમલભાઈ શામળિયા,દક્ષ શામળિયા,તેમજ દાદા દુખાયલ કોલેજ ઓફ એજ્યુકેશ આદિપુર મા કાર્યકમ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજ ના પ્રિન્સીપાલ ડો.સિલ્વિયા થોમસ ડો.હેમલતાબેન જશોદાબેન તથા કોલેજના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ યે હાજરી આપી હતી જેમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજના જીવન પ્રસંગો નો‌ વણૅન વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવેલ હતું.આજે માનવતાવાદી  સમતા, બંધુતા, અને સ્વતંત્રતાના પુરસ્કર્તા વિશ્વ વંદનીય સંત રોહિદાસે મહાન કવિ અને તેમના ભજનો અને તેમની સાથે દ્વારા જાતિ વ્યવસ્થા વિરુદ્ધ તેમને મોટી ક્રાંતિ કરી હતી તેમણે કહ્યું હતું કે “એસા ચાહું  રાજ મૈ સબકો મિલે અન્ન,ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન “જાતિ,જાતિ મેં જાત હૈજો કેતન કે પાત , રૈદાસ મનુષ્ય ના જુડ શકે જબ તક જાતિ ન જાત ” પદ દ્વારા સામાજિક અન્યાયી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારી પરિવર્તન માટે જાતિવાદને ફેંકી દેવા આહ્વાન પણ કર્યું છે. એવા બહુજન ક્રાંતિકારી  મહામાનવોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું અને રહેવાસીઓ એકઠા થઈને ફૂલહાર અને કેન્ડલ જોત પ્રગટાવીને  કાર્યક્રમનો શુભારંભ કર્યું હતુંઅને ગુરુ રોહિદાસના જીવન સંઘર્ષ વિશે પ્રવચન કરવામાં આવ્યું  ઓલ ઈન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *