ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.

બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા

ઓળખ માટે મુકેલો ફોટો..

થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ તાલુકાના 28 થી વધારો ખેડૂતો સાથે ૧૦.૬૮ લાખ ની ઠગાઈ કરી છે જેમાં થરાદ તાલુકાના હાથાવાડા ગામના અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરા ના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદ માં કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમલોન, પશુલોન કરે છે અને સબસીડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધારકાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણ નો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યાં છીએ અને મારા ઘરના અને મારા તબેલા ના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી જેમ ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતાં અમે અને મારો ભાઈ અનવરશા જે લોન પાસ થયા ની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગર નો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ આવી લોનો કરતાં નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારે જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડી ના નકલી અધિકારી બનીને આવેલ અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે 420 સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

//ખેડૂતોને ભાવેશ ડાભી સાથે મુલાકાત થરાદ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોએ કરાવી હતી.//

ઠગાઈ નો ભોગ બનનાર હાથાવાડાના ખેડૂત અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા થરાદ થરાદ નર્મદા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મહેસાણાના સુનિલ ચૌહાણ અને ગણેશપુરાના શામજીભાઈ પટેલે નકલી અધિકારી ભાવેશ ડાભી સાથે મુલાકાત કરાવી હતી અને ઓળખાણ પણ આપી હતી કે લોન અને સબસીડી નું કરે છે અને ગાંધીનગર ખેતીવાડી અધિકારી છે તેના કારણે અમે છેતરાઈ ગયા અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

//થરાદ તાલુકાના 28 ખેડૂતો સાથે નકલી ખેતીવાડી અધિકારી એ 10. 68 લાખની છેતરપિંડી કરી.//

(૧) અલ્લાબગ્સ જુનેજા:- હાથાવાડા
(૨) અનવરશા જુનેજા:- હાથાવાડા
(૩) ગગુસા જુનેજા:- હાથાવાડા
(૪)અકબરશા જુનેજા:- હાથાવાડા
(૫) જુમાસા જુનેજા:- હાથાવાડા
(૬) ગાજીસા જુનેજા:- હાથાવાડા
(૭) ઇમામશા જુનેજા:- હાથાવાડા
(૮) ઈકબાલશા પઠાણ:- હાથાવાડા
(૯) ગિરધારી ભાઈ પરમાર:- હાથાવાડા
(૧૦) માધાભાઈ પરમાર:- હાથાવાડા
(૧૧) દાનાભાઈ પટેલ:- હાથાવાડા
(૧૨) રત્નેશભાઈ સુવાતર:- ચેલા
(૧૩) મિહસા જુનેજા:- વારા
(૧૪) સોગાજી કાગ:- વારા
(૧૫) જયંતીભાઈ પઢીયાર:- આજાવાડા
(૧૬) ભલાભાઇ કોળી:- કારેલી
(૧૭) મેઘજીભાઈ પટેલ:- માંગરોળ
(૧૮) વશરામભાઈ પટેલ:- પીલુડા
(૧૯) ઓખાભાઈ પટેલ:- પીલુડા
(૨૦) રમેશભાઈ પટેલ:- પીલુડા
(૨૧) રડમલસિંહ પુરોહિત:- ઉંટવેલીયા
(૨૨) પદમસિંહ ચૌહાણ :-વળાદર
(૨૩) ગણેશભાઈ સોલંકી:- ભુરીયા
(૨૪) દેવશીભાઈ પટેલ:- ગણેશપુરા
(૨૫) સમદખાન ચૌહાણ:- ભુરીયા
(૨૬) ઉસ્માનખાન ચૌહાણ:- ભુરીયા
(૨૭) મુળાજી પટેલ :-ભુરીયા
(૨૮) શાંતિભાઈ દેવડા:- ભુરીયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *