એહવાલ અનિશ શેખ દ્વારા
ભગવાન શ્રી રામનો જન્મ દિવસ ઉજવવા વિવિધ શહેરો-ગામોમાં તડામાર તૈયારી : શોભાયાત્રા, બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક આયોજનો : રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ
પુરુષોતમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ રામ નવમીની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા સહિત ભારત દેશમાં ઉત્સાહ નો માહોલ છે.. રામ લલાનો જન્મ દિવસ ઉજવવા ઠેર ઠેર તડામાર તૈયારી થઈ રહી છે.
રામનવમીની ઉજવણી નિમિતે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિનતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે આ ઉપરાંત રામનવમી દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
આગામી તારીખ 17/4/24 ને બુધવાર ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ “રામનવમી” નિમિત્તે હિન્દુ સેવા સમાજ ગ્રુપ દ્વારા ભીલાડ માં બપોરે 2:00 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા ભીલાડ પ્લાઝા થી નીકળી ભીલાડ સરીગામ ગામ ના મુખ્ય માર્ગ પર થી રાબેતા મુજબ પૂર્ણાટ ત્રણ રસ્તા સુધી પોહચી સાંજે 19:07 વગ્યા એ પૂર્ણ થશે
શોભાયાત્રા માં જોડાવા હિન્દુ સેવા સમાજ ની યાદી મા જણાવાયુ છે. ઉમરગામ
વિશ્વ હિન્દુ, ઉમરગામ તાલુકા ગૌરક્ષક ટિમ અને તમામ રામ ભક્તો દ્ધારા વર્ષો થી રામનઉમી ની ઉજવણી કરવામાં આવે છે..