એહવાલ ઈરફાન પઠાણ તા- 16/4/2021
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણ સ્ટેશન શાળાના બુથ નંબર ૨૩૫, ૨૩૭, ૨૩૮ અને ૨૪૧ ના મતદારોને એકત્ર કરી મતદાન વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વલસાડ ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા મતદાન વધે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. સંજાણ બિટ નિરિક્ષક, સી.આર.સી., બી.એલ.ઓ તેમજ બી.એલ.ઓ સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા.