સંજાણમાં 2ટ્રક અને પિકઅપ વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રકના ઈશ્યુરાન્સ,પાસિંગની વેલીડિટી ખતમ!સાથે ટ્રકમાં ભરેલ માટી ગાયબ??

ઉમરગામ : ઈરફાન પઠાણ દ્ધારા..

શું માટી ગેરકાયદેસર ખેંચવામાં આવી હતી,? ક્યાંથી ભરાતી અને ક્યાં ખાલી થતી હતી? રહસ્ય મય ઘટના! બંનેવ ટ્રક ના પાસિંગ પણ સમાપ્ત તેમ છતા ગાડીઓ બેફામ રીતે રોડ પર દોડાવવામાં આવે છે? કોની મેહરબાની??
24×7 ઉમરગામ રોડ પર ફરતા વલસાડ જિલ્લા ના RTO અને ખાણ ખનીજ અધિકારી ની કામગીરી પર ઉઠતા સવાલો..?
ભોગ બનનરા પિકપ ચાલકે મોડે મોડે થી લેખિતમાં ઉમરગામ પોલીસ મથકે બંનેવ ટ્રક ચલકો વિરિદ્ધ ફરિયાદ કરીહતી
આ ઘટનામાં અધિકારીઓને અંધારામાં રાખી ઘટનાને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.જો કે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ ન થયો હોવાને લઈ મામલો રફેદ દફે કરવા આવ્યો હોવાની ચર્ચા પણ સંજાણમાં ટોક ઓફ ધ ટાઉન બની પામી છે.!!
Gj 15 XX 4417 ટ્રક નું ઇન્સ્યોરન્સ ફેબ્રુઆરી 2019 માં સમાપ્ત અને ફિટનેસ મેં 2019 માં અને ટેક્સ સપ્ટેમ્બર 2018 માં સમાપ્ત થયેલો RTO ની પ્રામાણિક કરેલી ઓનલાઇન એપમાં જોવા મળ્યું હતું..!!
Gj 15 UU 1018 ટ્રક નું ઇન્સ્યોરન્સ ડિસેમ્બર 2020 માં સમાપ્ત અને ફિટનેસ ઓગસ્ટ 2019 માં અને ટેક્સ માર્ચ 2019 માં સમાપ્ત થયેલો RTO ની પ્રામાણિક કરેલી ઓનલાઇન એપમાં જોવા મળ્યું હતું.

સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ 24 એપ્રિલના રોજ સંજાણમાં બનેલી અકસ્માતની ઘટનાં અંતર્ગત બંને ટ્રકના આરટીઓ પાસિંગ અને ઇન્સ્યોરન્સની વેલિડિટી સમાપ્ત થઇ ગઈ હતી.તો પણ બે રોકટોક માર્ગ ઉપર દોડતા દેખાઈ!જોકે વગર પસિંગ અને ઇન્શ્યોરન્સ વાળી બને ટ્રક મારફતે અકસ્માત તો કર્યો કોઈ જાનહાનિ ન થતાં મામલો રફેદફે કરવાના પ્રયાસ હાથ ધરાયા ત્યારે ખાણખનીજ અને આરટીઓ અધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલ?

આ બનામાં ઉમરગામથી સંજાણ તરફ આવતા સંજાણા પેટ્રોલપંમ નજીક અકસ્માતની ઘટના બની હતી.પિકપ જેનો નં.Gj-15-av-5779 ઉમરગામ બાજુએથી કાંધા બટાકા ભરી સંજાણ તરફ આવી રહ્યો હતો.તે સમયે પીકપ ચાલકને સીવનેરી ચાહ નજીક પાછળથી મોહરમ (માટી) ભરીને આવતિ ટ્રક ન. GJ-15-UU-1018એ ધડાકા ભેર ટક્કર મારી હતી.તેની પાછળ બીજી ટ્રક પણ પૂરપાટ ઝડપે આવી રહી હતી.જેનો ટ્રક નં GJ-15-XX-4417 હતો. તેણે પણ પીકપને ટક્કર મારી અને ટ્રક ચાલક રિવર્સ લઈને તાત્કાલિક ત્યાથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ અકસ્માતનો ગુનો નોંધાય એ આશય એ પોલીસ મથકે પિક અપ ચાલકે અરજી કરી હતી.જ્યારે આરટીઓની તપાસ કરતા આ બંને ઉપરોક્ત ટ્રકોના ઇન્સ્યોરન્સ અને પાસિંગની વેલીડીટી પૂર્ણ થઈ હતી.તેમ છતાં પણ માર્ગ ઉપર આ ટ્રકો બે રોકટોક દોડતી મળી,ત્યારે અકસ્માતના ઘટના વાળી જગ્યા ઉપર ઉપરોક્ત ટ્રકોમાં મોહરમ માટી ભરી હતી.આ રોયલ્ટી વાળી માટી હતી કે,ગેરકાયદેસર? માટી ખોદકામ કરી ખાલી કરવા જતા દરમ્યાન ઉપરોક્ત બંને ટ્રક દ્વારા અકસ્માત બન્યાની તપાસ સંબંધિત અધિકારીઓ હાથ ધરે તો દૂધનું દૂધ પાણીનું પાણી સામે આવે એવી ઘટના બની છે.આ વાત સ્પષ્ટ થાય છે આ ઘટનામાં અધિકારીઓને અંધારામાં રાખી ઘટનાને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.જો કે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ ન થયો હોવાને લઈ મામલો રફેદ દફે કરવા આવ્યો હોવાની ચર્ચા પણ સંજાણમાં ટોક ઓફ ધ ટાઉન બની પામી છે.જેને લઇ ઉપરોક્ત ઘટનામાં સાચી તપાસ થાય એ અતિ જરૂરી બની પામ્યો છે.

ઇન્સ્યોરન્સ અને ટેક્ષ પરમીટ પુરા થઇ ગયા હોવા છતાં માટી ભરેલા ટ્રક રસ્તા પર હંકારનાર સામે શું તંત્ર કડક કાર્યવાહી કરે તો અન્ય માટે એક ચેતવણી રૂપ કિસ્સો બનીશકે..!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *