ગુજરાતની વિદ્યાર્થિનીની માર્કશીટ થઇ વાયરલ, 200માંથી મળ્યા 212 માર્ક્સ..! જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઉભા કર્યા ?

ગૂજરાત અનિશ શેખ દ્વારા

આ ફોટો સોશિયલ મીડિયા પરથી સમજણ માટે લેવામા આવ્યો છે. વાયરલ થયેલા ફોટો છે..

દાહોદ જિલ્લાના ખરસાણા ગાંમની પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પર સવાલ ઉભા કર્યા
દાહોદ : જિલ્લાની એક પ્રાથમિક શાળાની માર્કશીટે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ચોથા ધોરણની વિદ્યાર્થિનીની માર્કશીટમાં થયેલી એક મોટી ગડબડ સામે આવી છે. આ માર્કશીટ જોઈને બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે. આ ગડબડની વાત કરીએ તો વિદ્યાર્થિનીને બે વિષયમાં કુલ માર્કસ કરતાં વધુ માર્કસ મેળવ્યા છે. જયારે રિઝલ્ટ આપવામાં આવ્યું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિવાદ ઉભો થયો છે. જણાવી દઈએ કે આ મામલે હવે તાપસના આદેશ આપવામાં આવ્યા છે .
બનાવની બિગતો જોઈએ તો, આ ઘટના છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામની. પ્રાથમિક શાળાના ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટારા વંશીબેન મનીષભાઈને બે વિષયમાં કુલ માર્ક્સ કરતાં વધુ ગુણ આપવામાં આવ્યા હતા. જયારે વંશી રિઝલ્ટ લઈને ઘરે પહોંચી ત્યારે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો.આ બાબતે વાલીએ તરત જ શાળાનો સંપર્ક કરી શિક્ષકની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ ફરીથી તેનું પરિણામ સુધારીને નવું બનાવવામાં આવ્યું હતું. જો કે ત્યાં સુધીમાં આ માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *