ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

દેશના તમામ રાજ્યોમાં કાર્યરત દેશનું સૌથી મોટું પત્રકાર સંગઠન ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” (ABPSS)ની ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠક સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાના અધ્યક્ષ સ્થાને ૨૬ માર્ચ, રવિવારના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળી હતી. આ બેઠકમાં ABPSS ગુજરાત પ્રદેશ સંગઠનની પુન: રચના કરવામાં આવી હતી
ABPSS ની કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ સંયોજક તરીકે મીનહાજ મલિક, ગુજરાત પ્રદેશ સહ સંયોજક તરીકે ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વિમલ મોદી, મહેન્દ્રભાઇ પટેલ, હેમરાજસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે પ્રદેશ મહામંત્રી ( ઝોન પ્રભારી ) જ્યોતિન્દ્ર ગોસ્વામી ( દક્ષિણ ), જેણુંભા વાઘેલા ( ઉત્તર ), ઈનાયતખાન પઠાણ ( સૌરાષ્ટ્ર ), તેજેન્દ્રસિંહ ( કચ્છ ), પ્રદેશ મંત્રી ( ઝોન સહ પ્રભારી ) શૈલેશ પરમાર, શેખર ખેરનાર ( દક્ષિણ ), રામજીભાઇ રાયગોર ( ઉત્તર ), કે. જે. ગઢવી ( સૌરાષ્ટ્ર ), સંજીવ રાજપુત ( અધ્યક્ષ – સદસ્યતા અભિયાન ), દિનેશ ગઢવી ( કા. સભ્ય ), વિકી પટેલ ( કા. સભ્ય )ના હોદ્દા પર વરણી કરવામાં આવી હતી…
બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રભારીની વરણી કરવામાં આવી હતી, જેમાં ભાવેશ આહીર ( કચ્છ ), ધીરેન મકવાણા ( રાજકોટ ), પરેશ પરિયા ( મોરબી ) , પ્રકાશ દવે ( જુનાગઢ ), વિષ્ણુ જાદવ ( અમરેલી, બોટાદ અને ભાવનગર ), સમ્રાટ બૌદ્ધ ( પોરબંદર ), દીપક કક્કડ ( ગીર સોમનાથ ), રાજુદાન ગઢવી ( સુરેન્દ્રનગર ) કાંતિ જોશી ( પાટણ ), હેતન જોશી ( અરવલ્લી અને મહિસાગર ), અરવિંદસિંહ ચાવડા અને વીરભદ્ર સિંહ ઝાલા ( સાબરકાંઠા ), અનિલ મકવાણા અને નાગજી બારોટ ( ગાંધીનગર ), જ્યોતિન્દ્ર ગોસ્વામી અને શેખર ખેરનાર ( વલસાડ, સુરત અને તાપી )ને પ્રભારી તરીકે જવાબદારી સોંપાવમાં આવી હતી…
બેઠકમાં ઉપસ્થિત ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં છત્તીસગઢ સરકારે પત્રકારોની સુરક્ષાને લઈને કાનુન પાસ કરી, ૫ વર્ષ પહેલાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” ને આપેલ વચન પૂર્ણ કર્યુ છે. જેને લઈ સમગ્ર દેશમાં પત્રકારો આ અંગે અલગ અલગ રાજ્યોની સરકારને આવેદનો આપી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા માંગ કરી રહ્યા છે, જેના ભાગરૂપે ABPSS દ્વારા હવે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન પાસ કરવા માંગ કરવામાં આવી છે, જે અંતર્ગત ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” સાથે જોડાયેલા ગુજરાતના અનેક પત્રકારો દ્વારા પોતાની માંગને વધુ તેજ બનાવવા આગામી સમયમાં કાર્યક્રમો આપવામાં આવશે…