ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
ભિલોડા તાલુકાના પુણ્યશાળી ભક્તિ ભાવવાળા પાલ્લા ગામે ગુરુ દત્તાત્રેય ભજન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર દિને ઓઢવ અમદાવાદ નિવાસી શ્રી રમેશચંદ્ર બાપુના મુખેથી સત્સંગ કથાના આયોજનમાં ભક્ત સોમાભાઈ પંચાલના આંગણે – આરતી – સ્વાગત સામૈયુ બાદ સભા મંડપમાં વાજતે ગાજતે પધરામણી થઈ હતી. હરી સ્મરણ અને નિત્ય ભગવાનનું નામ લેવા હરી ભજનથીજ ભવ સુધરશે સવારે ઉઠતા વહુએ સાસુને અને સાસુએ વહુને બેટી મમ્મીના નામથી જયશ્રી કૃષ્ણ કહેવા જોઈએ સાચી ભાવના હશે તો ભગવાન ઘેર આવશે. આ પ્રસંગે ભક્તો દ્વારા સાલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ પાલ્લા ગામે દત્તાત્રેય ભજન મંડળ દ્વારા આજસુધી 49 ગામોમાં ભજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આશરે 2000 ભાઈ.બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો. રામદેવ ભજન મંડળ ના આયોજક હીરાભાઈ અને સોમાભાઈ ની સેવાઓ વિશે બાપુએ વખાણ કર્યા હતા. ગામના સૌ યુવાન ભાઈ બહેનોએ ગરબા રાસ થી આનંદ માણ્યો હતો કાર્યક્રમનું આયોજન આચાર્ય બાબુલાલ નાઈએ કર્યું આ ગામ સત્સંગથી રંગાયેલું છે તેવું સૌ કહે છે. સૌના સહકારથી સુંદર આયોજન કરવામાં આવેલ.