ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
આ પ્રસંગે અતિથિ લખનભાઈ ધુવા,આલજીભાઈ મારું,અંજાર ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન થારુ,શ્રી ધનજીદાદા માતંગ,ડો.સિધવ, ચરણજીતસિસ શીખ હાથે કાર્યકમનું દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અંજાર તાલુકામાં બંધારણના ઘડવૈયા મહામાનવ ભારત રત્ન એવા ડો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર કચ્છના બહુજન આર્મી અને ઓલ ઈન્ડિયા એંસી.એસ ટી.ઓબીસી મહાસંઘના હોદ્દેદારો બાબાસાહેબ અનુસરનાર સમુદાય દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ હતી. અંજાર મધ્યે વિશાળ રેલી સ્વરૂપે સાથે મતિયા નગર,દબડા રોડ અંજાર થી રેલીનું પ્રસ્થાન અને બીજી રેલી કોટડા શ્રી રોહિદાસ બુધ્ધ વિહાર થી પ્રસ્થાન થયેલ હતું.જે સંયુક્ત રેલી થઈ સ્વરૂપે ગંગા નાકા ઓક્ટ્રોય ચોકીથી બાર મીટર રોડ થઈને અંજાર તાલુકા પંચાયત સામે આવેલ બગીચામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી અને અંજાર ટાઉનહોલ મધ્યે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઊમટયા હતા.ત્યાં ભીમડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું.કચ્છ ના જાણીતા કલાકાર શ્રી શંકરભાઈ સિજુ, રાયશીભાઈ ફફલ,ભરત ચૌહાણ, અલ્પેશભાઈ ઠાકોર, અબ્દુલભાઈ સતાર વગેરે ભીમ ડાયરામા કલાકારો રહ્યા હતા.આ પ્રસંગે બાબાસાહેબની પ્રતિમાને ફુલાર કરેલ હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બહુજન આર્મી,ઓલ ઈન્ડિયા એસી.એસ ટી ઓબીસી મહાસંઘ,જન્મ જયંતી મહોત્સવ સમિતિ અંજાર એ આયોજન કર્યું હતું. સમગ્ર કચ્છમાંથી સામાજીક હોદ્દેદારો તથા કાર્યકરો હાજર હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્તા મંગળભાઈ ડુગડીયા, જખુભાઇ મહેશ્વરી, હમીરભાઇ શામળીયા,રુપાભાઈ સામળીયા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ આગેવાનો જેમકે ડો.સિંધવ તથા ખીમજી પાલુભાઈ સિંધવ અંજારના નગરપાલિકા સુપ્રિટેન્ડેન્ટ ,રમેશભાઈ કારા,ડો હેમલતાબેન લોચાણી,દેવજીભાઈ મારવાડા, મહાદેવભાઇ આહીર, ગીતાબેન ડુંગળીયા,રાણાભાઇ માસ્તર,જમનાબેન શામળીયા, કરીશ્માબેન માની,મ્યાજર ભાઈ સામડીયા,નિતીનભાઇ મારું, કાનજીભાઈ રાઠોડ,મુકેશભાઈ શામળીયા,એડવોકેટ ધીરજ કાગી, તેજપાલભાઈ લોચાણી, ડાયાભાઇ રાઠોડ, નરેશભાઈ થારુ, કિશનભાઈ વિસરીયા,મનોજ વિસરીયા, મંગલભાઈ ધુઆ, સી.એમ લોચાણી, વિક્રમ કાગી, વિશાલભાઈ ધુઆ, રવિભાઈ ધેડા, બાબુભાઈ પારીયા,જીતેશભાઈ દેવરીયા, ધનજીભાઈ થારુ,હિતેશ ફફલ, ભીમજીભાઈ, રમેશ દાફડા,દિપક ધુઆ,મંગલભાઈ ધુઆ, જગદીશ નોરીયા,નવીન પાતારીયા, સુનિલ ડુગરીયા, ખીમજી ફફલ,હરેશ પરમાર, ભીમજીભાઈ ધેડા , કાનજીભાઈ લોચાણી, થાવરભાઈ ડુગડીયા, નારણભાઈ મકવાણા, પ્રેમજી ભાઈ ગડળ, વસંતભાઈ બારોટ,વગેરે હાજર રહ્યા હતા બપોરે જમણવાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ પ્રસંગે લખનભાઈ ધુવા દ્વારા સમાજમાં વ્યાપેલ દૂષણોને નાબૂદ કરવા સમાજના આગેવાનોને અપીલ કરેલ હતી અને યુવાનોને વ્યસનથી મુક્ત થવા આહવાન કરેલ હતુ.જયારે આલજીભાઈ મારું એ સમાજ એકતા પર ભાર મુકેઓ હતો. વિશાળ સંખ્યામાં લોકો કાર્યકમમાં જોડાયા હતા.ત્રણે સંગઠનના વિવિધ હોદેદારો એ કાર્યકમ માં સહયોગી રહ્યા હતા. સંચાલન જખુભાઇ મહેશ્વરી કયું હતું.