ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરાઈ.માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યારબાદ મોડાસા શાળા નંબર 1થી શોભયાત્રા યોજાઇ.આજે ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડો. ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમા અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
