રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલ-2023માં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

તા.૧૭મી એપ્રિલના રોજ ગ્રામ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નો સ્વીકારવાના કેમ્પનું આયોજન,તા. ૨૫ અને ૨૬મી એપ્રિલના રોજ તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ કાર્યક્રમો યોજાશે,અરવલ્લી જિલ્લામાં તમામ નાગરિકોને તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ,રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’સ્વાગત’ ને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી જિલ્લાના નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી વાકેફ બને,લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ સુખદ નિરાકરણ આવે તે માટે ગ્રામ્ય કક્ષાથી લઇ જિલ્લા કક્ષાએ એમ ત્રણ સ્તરે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકે, તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તેવું સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ થતા પ્રશ્નોના પરિણામલક્ષી નિકાલ માટે તાલુકાઓમાં ગામોની પસંદગી કરીને રાજ્યપત્રિત અધિકારીશ્રીઓની નોડલ અધિકારીશ્રી તરીકે નિમણૂક કરવામા આવી છે. તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરી છે. તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours