લુસડિયા ગામે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ભિલોડા તાલુકાના લુસડિયા ગામે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ અંગે મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપનીના CEO (Chief Executive Officer) શ્રીમતિ સુર્યાંબેન કટારાના જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકાનાં લુસડિયા વિસ્તારમાં સરકારશ્રીની ૧૦૦૦૦ FPO યોજના હેઠળ CBBO (Cluster Badge Business Organization) મંગલમ સીડ્સ લિમીટેડ અને સ્મોલ ફાર્મર એગ્રીબીઝનેસ કન્સોર્તીંઅમ(SFAC,Govt. of India, New Delhi) મારફત આ ખેડુત ઉત્પાદક કંપની મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપની લિમીટેડ ની રચના થયેલ છે. હાલ આ કંપનીમાં ૮ ગામના 156 જેટલા મહિલા શેર સભાસદની નોધણી થઈ ગઈ છે. કંપનીના આગોતરા આયોજન માટે કંપનીના ડાયરેક્ટરો તથા શેર સભાસદોની વાર્ષિક સાધારણ સભા લુસડિયા મુકામે રામજી મંદિરના ચોગાનમાં રાખવામાં આવી હતી જેમાં ચોમાસુ સિઝનને ધ્યાનમાં લઈને ખેડૂતોને બિયારણની જરૂરિયાત વિષે, પશુઆહાર વિષે, તથા સભાસદો વધારવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંગલમ સંસ્થાના પ્રતિનિધિ અનુપભાઇ, સાગરભાઈ, કંપનીના ચેરમેન શ્રીમતી તારાબેન જે. સુવેરા તથા કંપનીના CEO સુર્યાબેન કટારા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કંપનીના ડિરેક્ટર શ્રીમતી આશાબેન કે. બરંડા દ્વારા કરવામાં આવ્યું હતું.(સુર્યાબેન ડી. કટારા)CEO મેશ્વો મહિલા પ્રોડ્યુસર કંપની લી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *