૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે જિલ્લાના ખેડૂતો, ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૧ મે ૨૦૨૩ સુધી આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વર્ષ:૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે, શાકભાજી હાઇબ્રીડ બિયારણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ટ્રેક્ટર (૨૦ PTC HP સુધી), પપૈયા, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પેયર, છુટા ફુલ પાકો, ફળપાકોના વાવેતર, કમલમ ફળના વાવેતર, કાચા અર્ધ પાકા પાકા વેલાવાળા શાકભાજીના મંડપ, ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા, પ્લગ નર્સરી, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ઔષધિય સુગંધિત પાકોના વાવેતર, કોમ્પ્રીહેન્સીવ હોટીંક્ચર ડેવલોપમેન્ટ, ટીસ્યુ કલ્ચર ખારેક, નેટહાઉસ, પોલીહાઉસ, ફેન પેડ ગ્રીનહાઉસ, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા, મિશન મધમાખી કાર્યક્રમ વગેરે માટે તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે. અત્રેના અરવલ્લી જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ 1- khedut Portal (web site : www ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી સાથે જરૂરી સાધનીક કાગળો દિન-૭માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સી-બ્લોક, સી/એસ/૧૦, મોડાસા, જિ. અરવલ્લી ની કચેરીમાં અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. વધુ મહિતી માટે ફોન નં: ૦૨૭૭૪-૨૫૦૧૯૫ ખાતે સંપર્ક કરવા વિનંતી છે.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours