ભીલાડ તળાવ પાડામાં મહિલાની હત્યા નજીવી બાબતે આક્રોશમાં આવેલા પતિએ શરીરના ભાગે આડેધડ લાકડાના ફટકા મારી પત્ની ને મોતને ઘાટ ઉતારી

ઉમરગામ ભીલાડ તળાવ પાડા વિસ્તારમાં ગતરોજ રાત્રીના 12 કલાકના અરસામાં મહિલાની હત્યાની ઘટના બનવા પામી હતી. હત્યારા પતિ મહેશ ધીરુ વારલીએ પત્ની મીના બેન ઉમર વર્ષ 36 સાથે નજીવી બાબતે તકરાર ઉભી કરી આક્રોશમાં આવી લાકડાના બેરહમી પૂર્વક શરીરના ભાગે ફટકા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. શરીરના માથાના ભાગે તેમજ સાથળ અને આંખની બાજુએ મારેલા ફટકાના કારણે લોહી જામી જવા પામ્યું હતું. મીનાબેનની હાલત કટોકટી બની જવા પામી હતી અને પિયર પક્ષના સભ્યો આવે એ પહેલા સવારના 6 કલાકના સમયે કરુણ મોત થવા પામ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યારા પતિ મહેશઅને હત્યાનો ભોગ બનનાર પત્ની મીનાબેન લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે ગયા હતા જ્યાં કાર્યક્રમ પટાવી મીનાબેન મહેશભાઈને છોડીને ઘરે એકલી આવી જતા તકરાર થવા પામી હતી. અને આ નજીવી તકરારમાં જીવલેણ હુમલો કરતા મીનાબેનનું કરુણ મોત થવા પામ્યું છે. મોતને ભેટનાર મીનાબેન ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ફરિયાદ મહિલાના પિતા અમૃતભાઈ રઘિયાભાઈ વારલી રહે પાલીધુંયાએ ભિલાડ પોલીસ મથકે આપતા હત્યાનો ગુનો નથી પોલીસ તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.