અરવલ્લી જીલ્લા ખાતે ૧૬મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

    અરવલ્લી જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા ડો. જીજ્ઞાબેન જયસ્વાલ ( જીલ્લા મેલેરિયા અધિકારી સાહેબશ્રી)  જીલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન  હેઠળ  તેમજ તમામ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીઓની રાહબરી હેઠળ જીલ્લાના તમામ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/ શહેરી પ્રા.આ.કેન્દ્રોના વિસ્તારોમાં દર વર્ષે ૧૬મી મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસ, જુન માસને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈ માસને ડેન્ગ્યું વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મેલેરિયા-ડેન્ગ્યું જેવા વાહક જન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. 
@…જેના ભાગરૂપે “ ૧૬મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ” ઉજવણી અંતર્ગત આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ (Theme) “Harness Partnership to defeat dengue” આપવામાં આવેલ છે.  ઉક્ત થીમનું ગુજરાતી અનુવાદ “ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ” કરેલ છે. જેને અનુલક્ષીને ક્ષેત્રીય કક્ષાએ વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓના અમલીકરણ દરમ્યાન તા.૦૮/૦૫/૨૦૨૩ને સોમવારથી ડેન્ગ્યું રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી માટે વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે   આજ રોજ  રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસ અંતર્ગત  નીચેના મુદ્દાઓ પર જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવેલ છે..
@…જીલ્લાના તમામ તાલુકા મથકે  અને પ્રા.આ.કેન્દ્રો ખાતે આજ રોજ  આજ રોજ  રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસ અંતર્ગત   જન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવેલ.
@… FIGHT THE BITE (  મચ્છર ના ડંખ સામે લડાઈ ) બાબતે સમુદાય માં લોકોને અગાઉ મળેલી લાંબા ગાળાની દવાયુક્ત મચ્છરદાની  નો યોગ્ય રીતે ઉપયોગ તથા  જાળવણી અંગે તેમજ મહદ્ અંશે ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોઈ શરીર પૂરું ઢંકાઈ રહે તેવા કપડા પહેરવા બાબાતે   ” જૂથ ચર્ચા ” કરવામાં આવી હતી.
@… SMALL BITE, BIG THREAT. ( નાનો ડંખ, મોટું જોખમ ) બાબતે જંતુનાશક દવાનો ઘરમાં ખૂણે-ખાંચે છંટકાવ  કરવા તથા મેટ , ગુડ નાઈટ વગેરે નો ઉપયોગ કરવા અંગે ” મહિલા જૂથ ચર્ચા ” કરી જેમાં ખાસ સગર્ભા માતા અને ધાત્રી માતા અને તેના બાળક ને મેલેરિયા તથા ડેન્ગ્યુ ના રાક્ષસ થી બચવા માટે જણાવ્યું હતું. મચ્છરનો એક નાનો ડંખ મોટું જોખમ ઉભુ કરી શકે છે તે અંગે જાણકારી આપી હતી.

@… ગામડાઓમાં હાથવગો લીમડો પણ એક મોટો આશીર્વાદરૂપ છે. જેનો ધુમાડો મચ્છરોને દૂર ભગાડે છે તો લીમડાનો ધુમાડો કરવા તથા સમુદાયમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવા બાબતે લોકોનો પણ સહકાર
@… જિલ્લાના તમામ છ તાલુકાઓમાં કાયમી પાણીના સ્ત્રોતોમાં સંલગ્ન પ્રા.આ.કેન્દ્ર દ્વારા  ગપ્પી ફીશ મુકવામાં આવેલ છે. જેનો સમાચારપત્રો, ઈલે.મીડિયા તથા સોશિયલ મીડિયા દ્વારા બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે.
@…જિલ્લામાં તમામ ગામો/ શેહરી વિસ્તારોમાં નિયમિત અને સઘન મોનીટરીંગ હેઠળ મચ્છર ઉત્પતિ અટકાયત માટે પોરાનાશક તથા એડલ્ટ મચ્છર નાશ કરવાની કામગીરી પણ કાર્યરત છે.
@…અત્રેના જીલ્લામાં “WARNING SIGNALS”મુજબ સતત મોનીટરીંગ કરીને રોગચાળો સમયસર અટકાવવાનાં પગલા ભરવામાં આવી રહ્યા છે .
@…ખાનગી તબીબો અને  લેબોરેટરીના સતત સંપર્કમા રહીને ડેન્ગ્યું/મેલેરિયા કેસની ત્વરિત જાણકારી મેળવી વાહકજન્ય રોગ  નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી  છે.
@…EDCT મુજબ તમામ તાવના કેસનું સમયસર નિદાન થાય તથા પોઝીટીવ કેસને ત્વરિત અને પૂર્ણ સમયની રેડીકલ સારવાર મળે તે માટે વખતો વખત સૂચનાઓ સહ મોનીટરીંગ કરવામાં આવે છે.
@…રોગી કલ્યાણ સમિતિ,ગ્રામ સંજીવની સમિતિ, શાળા, તલાટી કમ-મંત્રીશ્રી તેમજ ગામોમાં NVBDCP કાર્યક્રમ અંતર્ગત  વિસ્તૃત ચર્ચા કરી જાગૃતિ સાથે લોક સહકાર મેળવવા અંગેની પ્રવૃત્તિ  કરવામાં આવે છે.
@…જીલ્લામાં ટાયર પંચર તથા ભંગારનો સામાન રાખતા લોકોની મોજણી દ્વારા લાઈન લીસ્ટ તૈયાર કરી મચ્છરોનું બ્રીડીંગ નાબુદ કરવા વાહકજન્ય રોગ અટકાયત–નિયંત્રણ કામગીરી કરાવવામા આવી રહી છે.
@..માન.ઋષિકેશભાઈ પટેલ, માન.મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો,ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને “મેલેરિયા મુક્ત ગુજરાત -૨૦૨૩” અંતર્ગત મેલેરિયા રોગનું પ્રમામ શૂન્ય સ્તરે લઇ જવામાં સફળતા પ્રાપ્ત થાય અને આપનું ગામ મેલેરિયા મુક્ત બને તે દિશામાં અસરકારક નેતુત્વ અને સક્રિય સહયોગ પૂરો પાડવા બાબતે સંદોશો પાઠવેલ છે.તે અંગેનો પત્ર તમામ સરપંચ શ્રીઓને સહકારની અપેક્ષાસહ પહોચાડવામાં આવ્યો.
SBCCના માધ્યમથી સંદેશો આપવામાં આવ્યો હતો જે અંતર્ગત વ્યક્તિ વાહક જન્ય ગંભીર રોગોથી  પોતે કેવી રીતે બચી શકે તથા પોતાના પરિવાર ને સુરક્ષિત રાખી શકે તે બાબતે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ અરવલ્લી દ્વારા આપવામાં આવી હતી…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *