એહવાલ અનીસ શેખ

વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે
તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સમાવેશ થાય છે. વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે. આ ત્રણેય ગામોમાં અદ્યતન પંચાયત કચેરી બનેલી છે.મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે ફક્ત એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વ ભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે,ત્યારે વલસાડ જિલ્લાની ત્રણ પંચાયતોનો સ્માર્ટ વિલેજમાં સમાવેશ થયો છે,જેમાં વાપી તાલુકાના મોરાઇ,પારડીના ઉદવાડા અને ઉમરગામના ભીલાડ ગામને સ્માર્ટ વિલેજ ગામની ઓળખ સરકારે આપી છે.સરકારે આ ત્રણેય ગામોની સુવિધા અને માપદંડોના આધારે પસંદગી કરી છે.અઘત્તન પંચાયત કચેરી અને મોટા ભાગની કામગીરી ઓનલાઇન પણ થઇ રહી છે. સરકારની જાહેરાતથી ત્રણેય ગામોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
સ્માર્ટ વિલેજથી ફાયદો થશે
રાજય સરકારે મોરાઇ ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું છે. સ્માર્ટ વિલેજની ઓળખના કારણે ગામને ફાયદો થશે. ઝડપથી મોરાઇ ગામનો વિકાસ થશે.ગામના સર્વાંગી વિકાસ માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જોકે, આ મુદ્દે હજુ સરકારની કોઇ ગાઇડ લાઇન પંચાયતને મળી નથી. જેની રાહ જોવાઇ રહી છે. > પ્રતિક પટેલ, સરપંચ,મોરાઇ તા.વાપી