ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ગંગા સ્વરૂપા આર્થિક સહય યોજના અંતર્ગતના લાભાર્થીના આધારકાર્ડ અને મોબાઈલ નંબરની એન્ટ્રી NSAP પોર્ટલ પર ફરજીયાત કરવાની થાય છે. આ યોજના અંતર્ગત હવે પછીથી લાભાર્થીઓને આધાર બેઇઝ સહાયની ચૂકવણી કરવામાં આવનાર છે. તેથી જે લાભાર્થીના આધારકાર્ડ ઓનલાઈન વેરીફિકેશન થયેલ હશે તે લાભાર્થીઓને જ સહાય નિયમિત ધોરણે ચાલુ રહેશે અને જે લાભાર્થીઓના આધારકાર્ડ ઓનલાઈન વેરીફિકેશન નહી હોય તેમની સહાય સ્થગીત થવાની સંભાવના છે. તથા આ ઉપરાંત લાભાર્થીઓને સહાયની રકમ બેંક/પોસ્ટ ખાતામાં જમા થાય ત્યારે SMS થી જાણ થાય તે માટે લાભાર્થીઓના મોબાઈલ નંબર NSAP પોર્ટલ પર અપડેટ કરવા ફરજીયાત છે.
તેથી અરવલ્લી જીલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગતના તમામ લાભાર્થીઓને અપીલ સાથે જણાવવામાં આવે છે કે તે લાભાર્થી પોતાના આધારકાર્ડ અને મોબાઈલ નંબરની વિગત સાથે રૂબરૂ દરેક તાલુકાની મામલતદાર કચેરીમાં અથવા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સેવા સદન, બીજો માળ, મોડાસા, જી. અરવલ્લી ખાતે જઈ, આ યોજના અંતર્ગતના કોમ્પ્યુટર ઓપરેટરને આધારકાર્ડ અને મોબાઈલ નંબરની વિગતો પુરી પાડી NSAP પોર્ટલ પર પોતાની માહીતી અપડેટ કરાવવી. અન્યથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની સહાય સ્થગીત થવાની સંભાવના છે. જે અંગે અરવલ્લી જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભાર્થીઓએ ખાસ નોધ લેવી.