ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી




વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણીના ભાગરૂપે ‘દંપતી સંપર્ક પખવાડિયું’ ઉજવવામાં આવ્યું.હાલમાં વિશ્વની કુલ વસ્તી સાત અબજ કરતાં પણ વધુ છે, ત્યારે વિશ્વમાં કુદકે અને ભૂસકે વધતી જતી દુનિયાની વસ્તી સામે લાલબત્તી ધરવા માટે વિશ્વ વસ્તી દિન નિમિત્તે લોકજાગૃતિના કાર્યક્રમો યોજાય છે.૨૭ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન વિશ્વ વસતી પખવાડિયું ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ અંગે બેનર પોસ્ટર તથા પત્રિકા દ્વારા માર્ગદર્શન ઉપરાંત ઇન્ફર્મેશન,એજ્યુકેશન કમ્યુનિકેશન મટીરીયલ નું વિતરણ પણ કરવામાં આવે છે.વિશ્વ વસ્તી દિનની ઉજવણીના ભાગરૂપે ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને હેલ્થ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લોકોને એકઠા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.વિશ્વ વસ્તી પખવાડીયું ઉજવણી(૨૭ જુન થી ૧૦ જુલાઈ)ના ભાગરૂપે દંપત્તિ સંપર્ક પખવાડિયાની ઉજવણી અંતર્ગત ૦ બાળક,૧ બાળક,બે થી વધુ બાળક ધરાવતા દંપતિઓની મિટિંગ કરી કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ વિશે માગૅદશૅન,જુથ મિટિંગ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને અન્ય કાર્યક્રમ યોજાયા.