ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ને L I C વીમા કંપની દ્વારા વિકાસના કામો માટે ચેક આપવામાં આવ્યો,ભારતીય વીમા નિગમ L I C દ્વારા બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ને વિકાસ માટે બીમા યોજના અંતર્ગત જરૂરી પૉલિસી કરેલ હોય મોડાસા ના મૅનેજર અને એજન્ટ પટેલ દિનેશભાઈ વાલાભાઈ ના હસ્તે સરપંચ શ્રી કીર્તિબેન અશ્વિનભાઈ પટેલ ને રૂપિયા 1 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો .પંચાયત દ્વારા મેનેજર સાહેબ શ્રી , do સર આર એમ પટેલ અને એજન્ટ શ્રી પટેલ દિનેશભાઈ વાલાભાઈ પટેલ નું સન્માન કરવામાં આવેલ હતું..આ તબક્કે બડોદરા ગામ માં દૂધઉત્પાદક મંડળી માં સભા કરી L I C કાર્યો અને પ્લાનો ની માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા ગામ ના વિકાસ માં ભાગીદાર થવા બદલ L I C નો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો



