સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સુરક્ષા કવચ એટલે વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના હેઠળ 12 વર્ષમાં 6035 કલેઈમ મંજૂર કર્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને સહાય ચુુકવાાઈ,બાળકોને વીમા સહાયરુપે 2591 લાખ રકમ ચૂકવી રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય એ આશયથી રાજય સરકારે અનેકવિધ પહેલો હાથ ધરી છે.અરવલ્લી જીલ્લાના ૭ છાત્રોને વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન સહાય ચૂકવવામા  આવી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ માટે આપવા વિદ્યાદિપ વિમા યોજના અમલી છે. જેમાં અકસ્માતે મૃત્યુ પામતા વિદ્યાર્થીના વાલીને વિમાની મળતી રકમ ચૂકવવામાં આવે છે અને તે વિમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે છે.રાજ્યમાં 26મી જાન્યુઆરી-2001 ના રોજ મહા વિનાશકારી ભૂકંપ બાદ રાજ્ય સરકારે વિદ્યાદીપ અમલમાં મૂકી હતી. વર્ષ 2002-03 થી અમલી આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપધાત કે કુદરતી મુત્યુ સિવાયના કિસ્સામાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું રાજ્ય સરકારી દ્વારા નકકી કરાયું છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં ₹50 હજારનો દાવો રજૂ કરી શકાય છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ. ગાંધીનગરના જણાવ્યા મુજબ FIR ની નકલ, પોસ્ટમોર્ટમ શાળાઓમાં રિપોર્ટ, આચાર્યનું પ્રમાણપત્ર સરપંચ તથા અન્ય અગ્રગણ્ય વ્યક્તિઓનું આ બનાવ અંગેનું પંચનામું, ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ મરણનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે. એડવાન્સ રસીદ વારસદારની સહી સાથે સરકારે નકકી કરેલ નમુનામાં (પરિશિષ્ટ-1) મુજબ વારસદારને મૃત્યુની તારીખથી નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી આશ્રમશાળા અધિકારીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે. રાજયના બાળકોના પરિવારોનેને આ યોજના હેઠળ વર્ષ 2002-03 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25000 ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી 50000 ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.હાલમાં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા અભ્યાસ આશ્રમ કરતાં , વિદ્યાર્થીઓને વિદ્યાદિપ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવશે તે તમામને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓનાં વિદ્યાદીપ વીમા યોજનાની પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *