ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત
સમગ્ર ગુજરાત રાજયમાં પ્રસરેલુ પત્રકાર એકતા પરિષદ નું પાટણ જિલ્લાનું ૧૮ મુ અધિવેશન પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આવે લ સુરાણી સંસ્કાર ભવનમાં યોજાયું હતુ.જેમાં મોટી સંખ્યામાં પત્રકાર એકતા પરિષદ ના પદાધિકારીઓ તેમજ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.અત્રે યોજાયેલ અધિવેશનને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલ પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા પ્રભારી પ્રહલાદભાઈ ચૌહાણ,પાટણ ન્યુઝ 24 ના તંત્રી રાજુભાઇ પટેલના પિતાશ્રી તેમજ મારો આવાજ ન્યુઝ ચાણસ્માના રિપોર્ટર ચેતન શાહના માતૃશ્રીનું બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ પત્રકાર એક્તા પરિષદના મંત્રી નિલેશભાઈ પાઠક દ્વારા પત્રકાર એકતા પરિષદની રૂપરેખા દર્શાવતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદની સ્થાપના ૨૦૧૯ માં ગાંધીનગર ખાતે ૪૫૦ જેટલા પત્રકારોની ઉપસ્થિતીમાં થઈ હતી.તેમજ પત્રકાર એકતા સંગઠનનું નામ દરેક પત્રકારો દ્વારા સર્વાનુ મતે રાખવામાં આવ્યુ છે.આ સંગઠન ૧૨ ઝોન માં વહેચાયેલુ છે. તેમજ દરેક ઝોન માં જુદા જુદા દરેક પદાધિકારીની નિમણુક કરવામાં આવી છે.તેમાં મહિલા સેલ,આઇ.ટી.સેલ,લીગલ વીંગની રચના કરવામાં આવી છે.તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મારા પરિવાર નું કામ વ્યસન મુક્તિ તેમજ ખોટા રસ્તે જતા માણસને અટકાવી સીધા રસ્તે લાવવાનું છે.તેમજ હું રાજકારણ ની સાથે સાથે કબીર સંપ્રદાયમાં પણ માનું છુ તેથી મને જયારે મને પાર્ટી દ્વારા મત્સય ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ આપવાની વાત આવી ત્યારે હું કબીર સંપ્રદાય માં માનતો હોવાથી મે જીવહિંસા બાબતની પરમિશન હું ન આપી શકું તેમ ન હોઈ સ્પષ્ટના પાડી દીધી હતી.અને બીજો ડિપાર્ટમેન્ટ સંભાળ્યો હતો. તેમજ પત્રકાર એ સમા જનો અરીસો છે સરકાર દ્વાર કોઈક ખોટું કામ થતું હોય તો તેને અકાવવાની જવાબદારી સૌ પત્રકારોની છે.ત્યાર બાદ પરમ પૂજ્ય માડી શ્રી ૧૦૦૮ શક્તિપીઠ સુરતના પીઠાધીશ દ્વારા આર્શીવચન આપતાં જણાવ્યુ હતુ કે પત્ર કાર દ્વારા શિયાળો,ઉનાળો કે ચોમાસાની ઋતુમાં વિવિધ યાતનાઓ ભોગવી લોકોના પ્રશ્નો સરકારશ્રી સુધી પહોંચા ડવા માટે મદદરૂપ થાય છે. તેમજ દરેક પત્રકારોને મા મેલડીના આર્શીવાદ છે.પરમ પૂજ્ય માડી શ્રી ઘણી સ્કુલોમાં વિધાર્થીઓને સ્કૂલ બેગ,તેમજ ગણવેશ,ચોપડા સહિત વિવિધ કીટો આપવામાં આવે છે.ત્યારબાદ ચાણસ્માના નિડર,નિષ્ઠા વાન,કર્મનિષ્ઠ તાલુકા વિકાસ અધિકારીશ્રી લક્ષ્મીબેન ઠાકોર દ્વારા જણાવ્યુ હતુ કે જીવન માં જીવન કેટલું જીવ્યા તે મહત્વનું નથી હોતું પણ કેવું જીવ્યા તે મહત્વનુ છે.મિડીયા એ આપણા દેશ નો ચોથો સ્તંભ છે.પત્રકારો પણ કેટલાકના ગુસ્સાનો ભોગ બને છે ત્યારે સત્યને ઉજા ગર કરી બહાર લાવવાનું કામ પત્રકારો કરી રહ્યા છે.ત્યારે ચાણસ્માના પત્રકારો કોઈની ધાક ધમકી થી ડર્યા વિના પત્રકારત્વ કરી રહ્યા છે.તેમજ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા દ્વારા જણાવ્યું હતું કે આપડુ સંગ ઠન એક પણ રૂપિયાનું દાન લેતુ નથી તેમજ તાજેતરમાં ચાણસ્મા ના દેલમાલ ગામે બનેલી પત્રકાર પરના હુમાલા ની ઘટનાને વખોડતાં જણાવ્યુ હતુ કે જ્યારે પત્રકારો એક તાંતણે હોય ત્યારે સરકાર તેમજ કોઈ પણ અધિકારીએ ઝુકવું પડે છે. તેમજ આગામી સમયમાં પાલિતણા ખાતે ૨૦૦૦ જેટલા પત્રકારોનું અધિવેશન કરવાનું જણાવ્યું હતુ.ત્યાર બાદ પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ તેમજ સંગઠનના ભીષ્મ પિતામહ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા જણાવ્યુ હતુ કે પત્રકાર એકતા પરિષદમાં દરેક જિલ્લામાં ૨૦૦ થી વધારે પત્રકારો જોડાયેલા છે તેમજ ગુજરાતમાં ૧૨ ઝોનમાં વહેંચાયેલું છે.હવે પત્રકાર એકતા પરિષદ માટે અધિવેશન અધરુ નથી.ચાણસ્મા ખાતે યોજાયેલ અધિવેશનમાં નાના માં નાના પત્રકારે એ આપેલ યોગદાન નોંધવા જેવી બાબત છે.તેમજ તેમણે પૂર્વ કેબીનેટ મંત્રી દીલીપજી ઠાકોરની સાદગીને યાદ કરતાં જણાવ્યુ હતુ કે રાજકારણ માં આવા સાદા તેમજ નિષ્ઠાવાન નેતાઓની જરૂર છે. જો આવા માણસો રાજકારણમાં આવેતો દેશની પ્રગતી થાય.તેમજ સરકાર પત્રકારોની સુવિધા છીનવી રહી છે.ત્યારે પત્રકારોએ એકતા કરવી જરૂરી છે.જો સરકારની આંખ ઉઘાડવી હશે તો આપણે ચોકીદાર બનવું પડશે.આપણ ટેક્સમાંથી સરકારની તીજોરી ભરાય છે. પણ જયારે આ તીજોરી માંથી લુંટ થતી હોય ત્યારે આપણે પત્રકારોએ જાગૃત થઈ તેને બહાર લાવવું પડશે. અને છેલ્લે જણાવ્યુ હતુ કે આ સંગઠન તોડ-પાણી વાળા પત્રકારોનુ સંગઠન નથી માટે સત્ય માટે ઝઝમતા જાગૃત પત્રકારોને જોડાવવા માટે દરવાજા ખુલ્લા છે.પ્રજાને તેના પ્રશ્નો ઉજાગર કરવા ની અપેક્ષા પત્રકારો પાસે હોય છે. તેમજ આપણે આપણી ફરજ બજાવતી વખતે કોઈ પણ હુમલો કરે તો તેને સંગઠન દ્વારા ક્યારેય ચલાવી નહી લેવાય તેમ જણાવ્યું હતુ.ત્યાર બાદ કાર્યક્રમની આભારવિધિ મારો આવાજ ન્યુઝ ના ચાણસ્મા ના રિપોર્ટર ચેતન.એમ.શાહ દ્વારા કરવામાં આવી હતી.તેમજ અત્રે યોજાયેલ અધિવે શનમાં ૩૩ જિલ્લાના રપર તાલુકાના પદાધિકારીયો તેમજ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.તેમજ ચાણસ્માની આયોજક ટીમને બીરદાવી હતી...