વલસાડ ના ધરમપુરમાં નર્સિંગ કોલેજને નામે અનેક વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓ પૈકી અગાઊ બે આરોપીઓની ધરપકડ કર્યાં બાદ ગતરોજ મુખ્ય માસ્ટર માઈન્ડ વિરલ ચિંતામણી ની ધરમ પુર પોલીસે કરી ધરપકડ

વિરલ આરોગ્ય ખાતામાં સરકારી કર્મચારી નિ ફરજ બજાવતા હોવા છતાં શિક્ષણ જગત સાથે ખિલવાડ કરનારા આવા સરકારી કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ નિ માંગ છે

સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લા ના નરસિંહ નો કોર્સ કરતા વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ મળી તો પછી ધરમપુરમાં ચાલતી આં મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ આપવાં વલસાડ જિલ્લા ના તકેદારી ઓફિસરે સ્કોલર શિપ આપવાં ના પાડી હતી. તો પછી નવસારી ના તકેદારી અઘિકારી ની તપાસ કરવામાં આવે તેમણે ક્યા નિયમો આધારે સ્કોલરશીપ આપી.?કે પછી આરોપિયો સાથે નવસારી ના સ્કોલરશીપ પાસ કરતા અધિકારીઓ ની સાટ ગાંઠ છૅ ? તે પણ પોલીસ તપાસ કરે તે જરૂરી

વલસાડ જિલ્લા ના ધરમપુર ગામેથી અત્યારસુધી 60 થી 70 વિદ્યાર્થીઓ એ ફરિયાદ કરિહોય તેવા પ્રાથમિક માહીતિ મળી છે

પ્રાપ્ત માહિતી અનુસાર મહાત્મા ગાંધી નર્સિંગ કૉલેજ શ્રીજી ચેરિટેબલ ના નામે ચાલતી આ નર્સિંગ કૉલેજ ને કોઇપણ નર્સિંગ કૉલેજ ચલાવ વાની માન્યતા પ્રાપ્ત ન હોવાછતાં ડુબ્લિકેટ સર્ટિ ઓ આપી ગુનાહીત કૃત્ય કરવામા આવ્યું ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રીતના હજૂ કેટલા કૌભાંડો કર્યાં હશે તેની તપાસ પણ વલસાડ પોલિસ દ્વારા કરવામા આવે તો મોટો કૌંભાંડ બહાર આવેતેવી શક્યતા

સાળા બનેવી ની જુગલ જોડીએ વિદ્યાર્થી ઓ ના ભવિષ્ય સાથે ચેડા કરી ડુબ્લિકેટ રિઝલ્ટ, અને ડુબ્લિકેટ માર્કશીટ અને ડુબ્લિકેટ સર્ટિ ફિકેટ બનાવી લખોરૂપિય પડાવી લીધા આ જૉ આ ડુબ્લિકેટ સર્ટિઓની તપાસ કરવામા આવે તો ઘણું શ્રડીયંત્ર બહાર આવે તેવી સંભાવના છે

ધરમપુરમાં નર્સિંગ કોર્ષ કરવાના નામે એક સંસ્થા ખોલી વિધાર્થીઓપાસે સ્કોલરસીપના નાણાં લઈ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ ના ડોક્યુમેન્ટ પરત કર્યા કે ન સ્કોલરસીપના નાણાં અનેક વિધાર્થીઓ સાથે કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં વિદ્યાર્થીઓએ પોલીસ મથકે ફરિયાદ કરતા સમગ્ર કેસમાં પોલીસે 5 આરોપી પૈકી. અગાઉ 2 આરોપીઓ અને ગતરોજ 1 આરોપિ ની ધરપકડ કરી હતી અગાઉના આરોપીઓ ના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી રિમાન્ડ આપ્યા હતા. મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી વિરલ ને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહ્યું. વધુમાં વલસાડ પોલિસે અન્ય આરોપી ની પણ ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે શિક્ષણ ના નામે કૌભાંડ ચલાવનારા અને ,વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય આગામી દિવસમાં સંસ્થા દ્વારા વિધાર્થીઓનું અહિત કેમ થયું તે અંગે પોલીસ તપાસ માં બહાર આવશે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *