દશનામ ગોસ્વામી મહિલાએ સ્વ-રચિત ભજન માળાને વિખ્યાત કથાકાર પુજ્ય ગીરી બાપુને અર્પણ કરી.

રમેશ ગોસ્વામી “સારથિ”

ભુજ: શ્રી દશનામ ગોસ્વામી સમાજ નાં બહેન શ્રી દ્વારા લિખિત ” શિવ આરાધના ” પુસ્તક, જેમાં ૧૦૮ શિવ ભજનો છે, તે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી ગીરી બાપુ ને અર્પણ કર્યું હતું.
આજ નાં સમય માં ભજન વિસરાતું જાય છે.ભજન કરવા કરતાં ભજન દેખાડવું વધતું જાય છે.આવા સમયે કચ્છ નાં દશનામી મહિલાએ સ્વ-રચિત ભજનો નું પુસ્તક પ્રગટ કરી ને વિખ્યાત કથાકાર પૂજ્ય ગીરીબાપુ ને અર્પણ કર્યું હતું.પુજ્ય ગીરીબાપુ ને મનોમન ગુરુ માની ને પ્રેરણા લઈ ને સ્વયંમ ભજન રચના કરી ને ” શિવ આરાધના “નામ આપ્યું.શિવ બાલિકા તરીકે સમગ્ર જીવન વ્યતીત કર્યું. જેમ મીરાએ જીવનભર કૃષ્ણ ને ચાહી ને કૃષ્ણત્વ પામ્યું, એમ કવિયત્રી હર્ષિદાબેન પણ જીવનભર શિવ ને ચાહી ને શિવત્વ ની નજીક જઈ રહ્યાં છે.શિવ એમના શ્વાસ માં વસી ગયા છે.જગત પિતા ભોળાનાથ નાં ગુણગાન ગાઈ ને કવિયત્રી એ ૧૦૮ ભજનો લખ્યાં છે.જેમાં શિવ નો અપરંપાર મહિમા વર્ણવ્યો છે.નેતિ નેતિ નો ભેદ જાણવા કલમ લઈ ને બેસી ગયેલાં બહેન શ્રી સતત શિવત્વ ને પામવા મથી રહ્યાં છે.ભક્તિ ને શબ્દ દેહ આપવા નું બધા નું ગજું નથી.માં સરસ્વતી ની અસીમ કૃપા હોય તો જ અંદર ની ઉર્મિઓ ને શબ્દદેહ આપી શકાય.ભક્તિ કલમ થી પણ થઈ શકે.ભક્તિ ભાવ ને ભજન, ગીતો, સ્તવનો, થાળ માં ઢાળી ને શિવ ને રીઝવવા નિત નિત નવી રચનાઓ કર્યા કરે છે.ગંગા સ્વરૂપ હર્ષિદા બેન ચંદનપુરી ગોસ્વામી ( મૂળ ગામ બાડા તા.માંડવી, હાલે નખત્રાણા) જીવન માં ખૂબ સંઘર્ષ કરી ને બે પુત્ર ને ભણાવી ગણાવીને ને મોટા કર્યા.અપાર દુઃખ આવ્યાં.પણ છલકાયા વગર ભક્તિ નાં કાલાવાલા ચાલુ રાખ્યાં.ઘોર અંધકાર માં જાણે કે પરમ તત્વ તરફ થી પ્રકાશ નો સેરડો ફૂટતો હોય એમ સતત આગળ વધતાં રહ્યાં.સ્વ બળે સંતાનો ઉછેર્યાં.પારાવાર વેદના ઘણી વાર શબ્દો તરફ દોરી જતી હોય છે.બહેન શ્રી પણ દરેક પરિસ્થિતિ માં હર હર મહાદેવ કરી ને શાંત ચિત્તે ભક્તિ નો માર્ગ કંડારતાં રહ્યાં.પરમ શિવ ભક્ત એવા હર્ષિદાબેન નો ઉદારદિલ નો સ્વભાવ.એમનું પણ મીરા જેવું જ.. મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પરમાર્થ નાં કારણે મને માંગતાં ન આવે લાજ. ઘણાં લોક કાર્યો કર્યા. સતત ભક્તિ નો, સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર કરતાં રહે. કીર્તન સ્મરણ કરતાં રહે. આસ્થા ની ચરમ સીમાએ શ્રેષ્ઠ ભક્તિ હોય છે. ભક્તાણી જાણે કે શિવ તત્વ ને ભાળી ગયાં હોય એમ સતત લખતાં રહે છે.આજ ની કવિયત્રીઓ – લેખિકાઓ પ્રેમ ગીત લખી, ગાઈ ને સસ્તી લોકપ્રિયતા મેળવે છે.જ્યારે આ કવિયત્રી માટે તું હી એક નાથ, દુજો કોઈ નાંહી…
ભજન માં પણ મોટા ભાગના શિવ નાં લખ્યાં અને આજીવન લખતાં રહેવા ની જાણે કે શિવ પ્રતિજ્ઞા લીધી છે.૧૦૮ ભજન લખી ને શિવ આરાધના પુસ્તક પ્રિન્ટ કરાવી ને ગીરીબાપુ ના આશીર્વાદ મેળવ્યા.પુજ્ય ગીરી બાપુ પણ મંદ મંદ સ્મિત સાથે આ શિવ બાલિકા નાં પુસ્તક ને ખૂબ પ્રેમ થી વધાવ્યું.૧૦૮ ભજન.આ આંકડો સૂચક છે. સનાતન ધર્મ માં ૧૦૮ અતિ ભારે મહત્વ ધરાવે છે.આશા રાખીએ કે આ પુસ્તક બાદ પણ બહેન શ્રી સતત લખતાં રહે.મહાદેવ ની શબ્દ આરાધના કરતાં રહે.આમ પણ ભજનો લખવા વાળા કવિઓ, કવિયત્રીઓ નો આ કળિયુગ માં દુષ્કાળ પડ્યો છે. ત્યારે રણ માં ખીલ્યું ગુલાબ સમાન આ બહેન શ્રી ને આવો આપણે સૌ બિરદાવીએ. એમને પ્રોત્સાહિત કરીએ. કવિયત્રી બનતી નથી,અવતરે છે.દશનામ ગોસ્વામી સમાજ નાં અહો ભાગ્ય.બહેન શ્રી ના પુસ્તક ને શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ, શ્રી કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ઠેર ઠેર થી અભિનંદન પાઠવાયા હતા તથા ઉતરોતર પ્રગતિ કરતાં રહો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *