3 ઉમરગામ પોલીસ કસ્ટડી મા અને એક ને સારવાર અર્થે વલસાડ સીવીલ હોસ્પિટલ ખસેડી ઉમરગામ પોલિસે વધું તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકા ના સંજાણ વિસ્તાર માં આજરોજ સવારથીજ અક્રમ અસ્લમ કુરેશી, અને તેનાં ભાઈ અફજલ સાથે મોઇનુદ્દીન ( ઉર્ફે ગાબડાં ) , મોમદ અલી (ઉર્ફે મમાં) અને ગુલામ આ લોકો સાથે આપસી જગડો ચાલતો હતો જેને લઇને અક્રમ અસ્લમ કુરેશીએ ઉમરગામ પોલીસ મથકે બપોરે ના સમયે લેખીતમાં ગુલામ. મોઇનુદ્દીન ( ઉર્ફે ગાબડાં ) , મોમદ અલી (ઉર્ફે મમાં) નાં વિરુધ મા ફરિયાદ આપી હતી અને અક્રમ ની માતા ને સંજાણ સીએસી ખાતે સારવાર કરવા લઈ જવામાં અવ્યા હતા, ત્યારબાદ ફરી સાંજના સમયે સંજાણ ચાર રસ્તા પર આંગણવડી ની સામે આ પાંચે જણ ની આપસમાં મારામારી થઈ હતી, જેની જાણ ઉમરગામ પોલીસ ને થતા સંજાણ આઉટ પોસ્ટ ના જમાદાર કૈલાશ ભાઈ તાત્કાલિક બાનવ ની જગ્યાએ પોહચી અવ્યા હતાં અને મામલો ઠાળે પાડ્યો હતો તેમાંના અક્રમ અસ્લમ કૂરેશી ને વધુ માર વાગતા ૧૦૮. દ્વારા ભીલાડ સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામા અવ્યાહતો અને સામેના.ગુલામ. મોઇનુદ્દીન. ( ઉર્ફે ગાબડાં ) , મોમદ અલી (ઉર્ફે મમાં) આ ત્રણેય ને ઉમરગામ પોલીસ મથકે લઇજવામાં અવ્યહતા.અક્રમને માથાના ભાગે ઇજા થઇ હોય ભીલાડ સીવીલ ના ડોક્ટરે જણાવતા સિટી સ્કેન કરવા જણાવ્યું હતુ , પરન્તુ ભીલાડ સિવિલ હોસ્પિટલ માં તત્કાલીન સિટીસ્કેન ની સુવિધા ના હોવાથી અક્રમ ને વલસાડ સીવીલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આગળ ની વધું તપાસ ઉમરગામ પોલીસ દ્વારા શરૂ કરવામા આવિ છે..
મહત્વની વાત એ છે કે આ પાંચેય વ્યક્તિઓ નશાની હાલમાં મા હતા તેવુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતુ.., સંજાણ ગૂજરાત મહારાષ્ટ્ર ને જોડતી બોર્ડર પર આવેલું ગામ છે જ્યા ગાંજા અને અન્ય નશીલા પદાર્થો નુ સેવન ખૂબ વધુ પ્રમાણ માં વધી ગયું છે આજના બનાવ બાદ સંજાણ ના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.. ઉમરગામ પોલીસ માટે જે પડકાર રૂપ છે યુવા પેઢી નશાના રવાડે ચડતા પોતાનું અસ્તિત્વ ભૂલી રહી છે.. યુવા ઓ નિ નશાની આદત તેમના પરીવાર પર મોટી આપતી સમાન છ.. વલસાડ પોલીસ તપાસ કરી કડક કાયૅવાહી કરે તેવી લોકો મા માંગ છે