
કરજગામ નાં તલાટી કમ મંત્રી ના જણાવ્યા પ્રમાણે કમ્પની ને પંચાયત તરફ થી કમ્પની શરૂ કરવાની મંજૂરી આપી નથી 99 ટકા કમ્પની બંધ છે (તલાટી કમ મંત્રી કરાજગામ) કરજગામ ના લોકો ના કેહવા પ્રમાણે કમ્પની ૪ થી ૫ મહિનાથી ચાલુ છે તો સાચું કોણ? તે વલસાડ કલેકટર અને વલસાડ ફેક્ટરી ઇસ્પેકટર પણ તપાસ કરે તે બૌ જરૂરિ??
કરજ ગામ માં નવી બનવા પામેલી મધુરા કમ્પની બનતાં પહેલાંજ વિવાદ મા આવતી રહી હતી મધુરા કાર્બન પર એંજીટી માં ફરિયાદ પણ થવા પામી હતી અને પછી મધુરા એ કાર્બન નો પ્લાન્ટ બનાવ વાનું બંધ રાખી ગરમેંટ નુ અન્ય પ્રોડક્શન કરતી અન્ય કોઇ પ્રોડક્ટ્સ બનાવ વાનો પ્લાન્ટ બનાવ્યો હતો!.. હાલમાં કમ્પની એ તેનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરીદેવામાં આવ્યું અને ગામલોકોએ જણાવ્યું હતું કે કમ્પની માં પ્રોડક્શન કરવાનું શરૂ થઈ ગયું છે.. જયારે પંચાયત દ્વારા કંપલિકેશન સર્ટિફિકેટ આપવામાં આવેલું નથી તેવું કરજગામ નાં તલાટી તરફ઼ થી જાણવા મળ્યું છે.. ત્યારે કમ્પની કઈ રીતે શરૂ થઈ ગઈ કોની મંજુરી થી કમ્પની મનફાવે તેમ કામ કરી રહી છે? તે સવાલો ઉભાથય છે ? ગારમેંન્ટ (ટેક્ષ્ટાઈલ ) કમ્પની ઓ માથી કેમિકલ યુક્ત પાણી નીકળે છે તેને ટ્રિટ કરીને સી, ઇ, ટીપી મા પોહચડવામાં આવે છે જેથી પયૉવરણ ને નુકશાન ના પોહચે પરન્તુ મધુરા કમ્પની એ જૉ ગર્મેન્ટ. (ટેક્ષ્ટાઈલ ) નો પ્લાન્ટ શરૂ કર્યો હોય તો સરીગામ જીપિસીબી નાં અધિકારીઓ દ્વારા તપાસ કરવી જોઈએ અને તેનુ નીકળતું વેસ્ટ પાણી નો તેમને ક્યાં નિકાલ કાર્યો ? જે પ્રમાણે ગતરોજ ૧૫ ઓગસ્ટ ના રોજ મધુરા કમ્પની તરફ઼ થી આવતા કૂદતી વહેણ ના પાણીમાં હજારો ની સંખ્યા માં નાની નાની માછલીઓ મરેલી જૉવા મળી હતી જે બાબતે કરજ ગામ ના લોકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કમ્પની માથી આં ઝાક વાળું અને કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે આ માછલીઓ મરી જવા પામી હતી.. જેને લીધે કરજગામ જનતાના મા ભારે રોષ જૉવા મળ્યો હતો!! અને તાત્કાલીક સરીગામ gpcb નાં આરો ત્રીવેદી સાહેબ ને ટેલિફોનીક આ બાબતે ફરિયાદ કરવામા આવિ હતી જે બાબતે તંત્ર એ ઘ્યાન આપવાની બૌ જરૂર છે …

મહત્વની વાત એ છે કમ્પની દ્વારા કુદરતી વહેણ ઉપર બાંધકામ કરી ને નિચે નાળા મુકિદેવામાં અવ્યા છે અને એ નાળા મારફતે કુદરતી વહેણ નુ પાણી નાળામાંથી નીકળી ને બાજુમા અડીને આવેલા ખેતરો મા થઈ ને કુદરતી વહેણ ની ખાડીમાં મળે છે અને ત્યાં નાના ભૂલકાઓ તે પાણીમાં ફરતા હોય છે જે બૌ ઘંભિર બાબત છે જો માછલીઓ મરી જતી હોય તો કોઇ બાળક ને આ કેમિકલ ઇન્ફેક્શન થાય તો તેનું જિમેદાર કોણ? જૉ કમ્પની આ રીતે પોતાનાં સ્વાર્થ માટે કેમિકલ યુકત પાણી છોડે તો ખેતરો ની સાથે ત્યાંના બોરિંગના પાણી પણ ખરાબ થવાનો ભય રહેલો છે જેથી કરજ ગામ ના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.. મહત્વનું એ છે કે આ ગંદુ ફેણ વાળું દેખાતું પાણી ક્યાંથી આવ્યું? મધુરા સિવાય ત્યાં બિજી કોઇ કમ્પની આવેલી નથી તેવુ ગામઓકોએ જણાવ્યું હતું.. તંત્ર માંટે એક પડકાર રૂપ પ્રશ્ન? લાગતાં વળગતા અઘિકારીઓ આં બબતે તપાસ કરે અને જ્યાંસુધી કમ્પ્લિકેશન સર્ટિ ફિકેટ પંચાયત દ્વારા આપવામાં ના આવે ત્યાંસુધી કમ્પની બંધ રહે તેવી ગામ લોકોની પણ માંગ ઉઠવા પામી છે
