અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં પણ જનતા પાણી અને ગટર ની સમસ્યા થી પીડિત.. જનતાનાં આક્ષેપો

એહવાલ અનીસ શેખ

અમદાવાદ નગર પાલીકા ના કમરચરીઓ ની બેદર કારી આવિ સામે!! ગટર અને પાણીની સમસ્યા થી લોકો હેરાન પરેશાન

વિગતવાર વાત કરીએ તો અમદાવાદ એક મહા નગર છે અને મેટ્રો સીટી તરિકે પણ અમદાવાદ ને ઓળખવામાં આવે છે બહાર થી સ્વચ્છ અને સુંદર દેખાતા આ અમદાવાદ નાં અંદર નાં વિસ્તારોમાં પાણી ની સમસ્યા થી લોકો હેરાન પરેશાન છે.. અમદાવાદ ના આડકેશ્વર જયઅંબે નગરની ચાલી ઓ મા ગટરો ઉભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.. ત્યાંના લગતી વળગતી નગર પાલીકા ના કર્મચારીઓ તેમની રજૂઆતો નથી સંભળતા તેવા આક્ષેપો પણ કર્યાં હતાં..


પાણી નાં આવતા પાણીના ટેંકરો શરૂ કરવા નગર પાલીકા એ જણાવ્યું હતુ પરંતુ લોકો એ જણાવ્યું કે પાણી નુ ટેન્કર સવારે વહેલા મોકલાવો તો તેનો ઉપિયોગ કરિશકાય કારણકે ચાલમાં રહેતા લોકો સવારે નોકરી ધંધા અર્થે વહેલા ઊઠીને જતા હોય છે જેથી પાણી નુ ટેન્કર ૧૦ વાગ્યા ની જગ્યાએ ૭ વાગે સવારે મોકલવા રજૂઆત કરી હતી

અને જ્યાંથી પાણી ની લાઈન આપવામા આવિ છે ત્યાંથીજ ગટર ની લીંપણ ગઇ છે જો પાઈપલાઈન ટૂટે તો ગટર નુ પાણી પીવાના પાણી મા મિક્ષથઇને નળમાંથી આવતું હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી હતી જેથી તંત્ર તત્કાલીન ધોરણે લોકો ની રજૂઆત સાંભળે અને નિરાકરણ લાવે તેવી લોકો ની માંગ છે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *