ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા યોજના અમલમાં પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ ફ્લેવર્ડ વાળું દૂધ અપાવમાં આવે છે,ટકા ફેટવાળા દૂધમાં નિયમિત 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને અપાઈ છે,ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજનાના’ અમલથી આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસરો-ફાયદા જોવા મળ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા,મેઘરજ અને ભિલોડા તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત 200 ml ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
આદિજાતિ વિસ્તારના બાળકોના વિકાસ માટે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની યોજના’ સાચા અર્થમાં ‘સંજીવની’ સાબિત થઇ છે. ‘સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ્ય શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાદિષ્ટ ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલમા છે.
‘દૂધ સંજીવની યોજના’ હેઠળ આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ વર્ષના 10 માસ એટલે કે વાર્ષિક 200 દિવસ ફ્લેવર્ડવાળું 200 ગ્રામ ચોખ્ખું દૂધ આપવામાં આવે છે. આ 3 ટકા ફેટવાળા દૂધમાં નિયમિત 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને આપવામાં આવે છે.
ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજનાના’ અમલથી આ વિસ્તારના આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો-ફાયદા થયા છે તેનો સંશોધન અભ્યાસના તારણમાં આ વિસ્તારની શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો, અધવચ્ચેથી શાળાઓ છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો,બાળકોની હાજરીની નિયમિતતામાં વધારો,બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ ખાસ કરીને આંખોમાં તેજ અને દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે.