મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સુવિધા સભર શિક્ષણ મળે તે માટે કરોડો ના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં વિદ્યાર્થીઓ આજે પણ જર્જરિત શાળા ના ઓરડામાં જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે 

     વાત છે મેઘરજ તાલુકા ના અંતરિયાળ એવા રાજપુર પ્રા શાળા ની આ પ્રાથમિક શાળા માં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલે છે શાળા ના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ,આ પ્રા શાળા માં કુલ ત્રણ ઓરડા હતા જેમાંથી બે ઓરડા જર્જરિત હોવાથી નોન યુઝ કરી ને પાડી દીધા છે હાલ એક જ ઓરડા માં બેસી બે શિક્ષકો ધોરણ 1 થી 5 ના 55 વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવી રહ્યા છે,મહત્વ નું એ છે કે રાજપુર પ્રા શાળા માં જે એક ઓરડો છે એ પણ જર્જરિત છે ઓરડા ના પતરા પણ ઉડી ગયેલા છે દીવાલો માં પણ મોટી મોટી તિરાડો પડેલી છે પીવાના પાણી ની ટાંકી પણ બિસમાર હાલત માં છે રસોઈ ઘર પણ જર્જરિત છે આમ ફક્ત એક ઓરડા માં બેસી તમામ 55 વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કયા સમયે દુર્ઘટના સર્જાય એ નક્કી નહીં માટે રાજપુર પ્રા શાળા ના તમામ નવા ઓરડા તાત્કાલિક બને એવી ગ્રામજનો ની માગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *