માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરુપે મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર ૨, ૫ અને ૬ માં આવેલ GVP પોઇન્ટ સફાઈ કરી ગંદ્કી દૂર કરવામાં આવી. જેમાં નગરપાલિકાની તમામ સાધન સામગ્રી બે જે.સી.બી, બે હાઈવા તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવેલ છે. મોડાસામાં વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી.