ઓલ ઇન્ડિયા SC,ST, OBC, માયનોરીટીસ મહાસંઘ તરફે તા.૨૬. નવેમ્બર -૨૦૨૩ ના રોજ કચ્છ ભુજ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામે  ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે ભારતીય સંવિધાન ગૌરવ દિવસ.ની ઉજવણી કરાઈ 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 ૨૬ નવેમ્બરના દિવસે  અંગ્રેજોની ગુલામીમાં થી ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મુક્ત થતા, બાબાસાહેબ ડો.આંબેડકરે  ભારતનું બંધારણ તૈયાર કરીને ૨૬ નવેમ્બર ૧૯૪૯માં બંધારણ સભાને સુપ્રત  કરેલ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારત નું બંધારણ અમલ માં આવ્યું.  ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ સખત પરિશ્રમ કરીને પોતાની તબિયતની પણ ચિંતા કર્યા વગર વિશ્વનું સહુથી લાબું હસ્ત લેખિત બાંધરણ રચીને હજારો વર્ષોથી શોષિત, પીડિત, વંચિત સમાજ, મહિલાઓને બંધારણ થકી સમાનતાના અધિકારો આપી આ માનવ સમુદાય ને માનવ જીવન આપ્યું અને  સ્વમાનભેર જીવન જીવવાનો અધિકાર અપાવી હકો અધિકારો અપાવ્યા  તથા દેશના તમામ લોકોને વિશ્વના શ્રેષ્ઠ બંધારણ થકી  સમાન બનાવ્યા એ મહાપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર ને આજ ના બંધારણ દિવસે નત મસ્તક વંદન ….

આવો સૌ સાથે મળીને નિશ્ચય કરીએ ભારતીય બંધારણના આદર્શો નું પાલન કરીશું તેનું જતન અને રક્ષણ કરીશું.

 એવું સંકલ્પ ઓલ ઇન્ડિયા એસી,એસટી, ઓબીસી, માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા લઈને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત  ઓલ ઇન્ડિયા એસી.એસસી. ઓબીસી. માઈનોરીટીસ મહાસંઘ સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉફ હમીરભાઈ શામળીયા, નાથીબેન ગોવાભાઇ શામળીયા, ભનીબેન શામળિયા, કકુબેન શામળિયા, દક્ષકુમાર ભારમલભાઈ શામળિયા,સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *