શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા,આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ 2023 ની ઉજવણીની શરૂયાત કરવામાં આવી અને પ્રથમ દિવસે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. શામળાજી મંદિરના પરિસરમાં આ ભવ્યાતિ ભવ્ય ઔતિહાસિક કાર્યક્રમ થઈ રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલ રમણીય પુરાતન શામળાજી મંદિરમાં દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે.

શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા. આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ,અરવલ્લી વહીવટી તંત્ર તમામ જિલ્લાવાસીઓને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *