વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો


વિશ્વકર્મા યોજના, pmjay યોજના , પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની ખાસ અપીલ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે રથ પોહચ્યો હતો.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવામાં આવી રહ્યો છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત,વડાપ્રધાનશ્રીનો વિડિયો સંદેશ તથા લાભાર્થીઓને વિવિધ સહાય અને યોજનાની જાણકારી આપવામાં આવશે.
જે અંતર્ગત માલપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કલેક્ટરશ્રીએ સંબોધન કરતા ,વિશ્વકર્મા યોજના, pmjay યોજના ,પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં માલપુર પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,અને તાલુકા સદસ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *