ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ2 લાખનું ઓપરેશન એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ : લાભાર્થી શ્રી શાહિદાબેન રજાકભાઈ મન્સુરી


માહિતી કચેરી અરવલ્લી – ૦૫-૧૨-૨૦૨૩

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાભાર્થી શાહિદાબેન રજાકભાઈ મન્સુરીએ ભિલોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા શરીરની અમુક નસ બ્લોક થઈ ગઈ હતી એટલે તેનું ઓપરેશન તાત્કાલિક કરાવવું ખુબ જ જરૂરી હતુ. મે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચાર્યુ ત્યારે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ લાખ જેટલો તો સામાન્ય થશે તેમ ડૉક્ટરે કહ્યું હતું. પરંતુ મને કોઈએ કહ્યું કે, જો તમારી પાસે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું’ કાર્ડ હશે તો તમારી સારવાર નિ:શુલ્ક થઈ જશે.

                બસ આ કાર્ડ થકી મે ઓપરેશન કરાવ્યું તે પણ એક રૂપિયો આપ્યાં વગર એટલે કે મારી સારવાર તો નિ:શુલ્ક થઇ અને મને ઘર સુધી પહોંચાડવા સુધીની ચિંતા સરકારશ્રીએ કરી બસ મારા આ  વ્યક્તિગત અનુભવને અંતે જ મને ખરેખર સમજાયું કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે.  સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાતમા જન-જનનાં આરોગ્યની દરકાર લે છે આપણી સરકાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *