અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પોહચ્યો

માનનીય મંત્રીશ્રી ભીખુંસિહંજી પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત વેજપુર ખાતે મોદીની ગેરેન્ટી વાળી ગાડી પોહચી હતી અને વધપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું .

અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પોહચ્યો હતો અને ગામના લોકોએ સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે ;’આજે આપના ઘરઆંગણે સરકારશ્રીની ૧૭ જેટલીયોજનાઓનો લાભ મળી રેહશે.અનેક પ્રકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહે તે માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે.અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓ મોદીની ગેરેન્ટી વાળી ગાડીને આવકાર આપી રહ્યા છે તે જોઈને અમને પણ ઉત્સાહ વધી રહ્યો છે.સરકાની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે છે. તો હું આપને અપીલ કરું છું કે આપ લાભ લો અને પૂરી માહિતી મેળવો.મોદીની ગેરંટી વાળી ગાડી દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે.મુલોજ ગામના રહેવાસીઓને ખાસ આરોગ્ય અને ખેતીને લગતી યોજનાઓ છે તેના લાભ લેવા અનુરોધ કરું છું. ‘

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *