વલસાડ.. એહવાલ અનિશ શેખ દ્વારા
ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી તમામ તાલુકા પંચાયત સદસ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને તિથલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વલસાડ જિલ્લા ની તમામ તાલુકા પંચાયત ના ભાજપી સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર વિષેશ આમંત્રિત વક્તાઓ દ્વારા માર્ગદર્શ આપવામાં આવ્યું હતું*
*વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા પ્રથમ સત્રના શરૂઆતમાં કાર્યશાળા અંગે ઉપસ્થિત તમામ તાલુકા પંચાયતના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું*
*વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળા ના પ્રથમ સત્રમાં પાર્ટીના ઇતિહાસ,વિકાસ અને વિચારધારા અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સેલ ના સંયોજક શ્રી પ્રકાશચંદ્રજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રી કિશોરભાઈ પટેલ પ્રમુખ વલસાડ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી કેતનભાઇ વાઢું પ્રમુખ ધરમપુર તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*
કાર્યશાળાના બીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ, વ્યવહાર, પ્રવાસ,કાર્યાલય, સોશિયલ મીડિયા વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ના સહ પ્રભારી, સાંસદ માન્દસોર (એમ.પી) માનનીય શ્રી સુધીર ગુપ્તાજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્ર અધ્યક્ષ તરીકે દિલીપભાઈ ભંડારી પ્રમુખ ઉમરગામ તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી રમેશભાઈ ગાંવિત પ્રમુખ કપરાડા તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા
બીજા સત્ર બાદ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે શ્રી અશોક ધોરજીયાજી પણ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
*કાર્યશાળાના ત્રીજા સત્ર માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ વક્તા તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા (રાજ્યકક્ષા) મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સત્રના અધ્યક્ષ તરીકે શ્રી મહેશભાઈ દેસાઈ પ્રમુખ પાટડી તાલુકા ભાજપ અને સત્ર સંચાલક તરીકે શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ વાપી તાલુકા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*
*તાલુકા પંચાયત સદસ્ય કાર્યશાળાના ચોથા અને અંતિમ સત્રમાં સાફલય ગાથા, અનુભવ કથન વિષય ઉપર વિશેષ વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્રના અધ્યક્ષ તરીકે શ્રી હેમંતભાઈ કંસારા પ્રમુખ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સત્ર સંચાલક તરીકે સીલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા*
*આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યશાળા ને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા સમિતી એ સંપૂર્ણ કાર્યશાળા ની જવાબદારી સુપેરે પાર પાડી હતી,કાર્યશાળા માં જિલ્લા ભાજપ મીડીયા,આઈ.ટી,સોશિયલ મીડીયા ઇન્ચાર્જ,સહઇન્ચાર્જ હાજર રહ્યા હતા*