અરવલ્લી.બાયડ પોલીસે ગેરકાયદેસર કતલખાને લઇ જવાતાં ૩૨૫ ઘેટાં – બકરાં ભરેલી ટ્રક ઝડપી પાડી…

–    ” ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરેલાં ૩૨૫ ઘેટાં બકરાં માંથી ૬ ઘેટાં શ્વાસ રૂંધાઇ જતાં મૃત હાલતમાં મળી આવ્યાં, જ્યારે બાકીના ૨૮૩ ઘેટાં અને ૩૬ બકરાંને બચાવી ઇડર પાંજરા પોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી “…

     પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૧/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના લગભગ નવ કલાકે એક ટ્રકમાં ક્રૂરતા પૂર્વક ૩૨૫ ઘેટાં બકરાં ભરીને મુંબઈ કતલખાને લઈ જવાઈ રહ્યાં હોવાની બાતમી બાયડ પોલીસને મળતાં બાયડ પોલીસ દ્વારા મોડાસા – કપડવંજ હાઇવે પર પોલીસ મથક આગળ વાહનોની તપાસ હાથ ધરતાં પાસ પરમીટ વગર, પાણી અને ચારાની વ્યવસ્થા વગર ક્રૂરતા પૂર્વક ૩૨૫ ઘેટાં બકરાં ભરેલી ટ્રક નંબર GJ – T – 2195 ને ઝડપી પાડી હતી જેમાંથી ૬ ઘેટાં શ્વાસ રૂંધાઇ જતાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં જ્યારે જીવીત હાલતમાં મળી આવેલા ૩૧૯ ઘેટાં બકરાંને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથધરવામાં આવી છે…

       બાયડ પોલીસ દ્વારા ટ્રકને કબજે કરી ટ્રકના ચાલક માસુમ મહંમદ હુસેન લીમડા તથા બે મજૂર રાજમલ કાલુભાઇ નનામા અને મોહનભાઇ ધુલાભાઇ નનામા બંને રહે લક્ષ્મણપુરા, તા. સાગવાડા, જિ. ડુંગરપુર ( રાજસ્થાન ) ની સામે ઇ.પી.કો કલમ ૪૨૯ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ ઘાતકી અધિનિયમ મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ હાથધરવામાં આવી છે… 

*-   ” પોલીસ દ્વારા ૩૧૯ ઘેટાં બકરાંનો જીવ બચાવી લેવાતાં જવદયા પ્રેમીઓ આનંદની લાગણી સાથે પોલીસની કાર્યવાહી સામે સંતોષ વ્યક્ત કરતાં જીવદયાના કાર્યમાં સાથ આપનાર અજાણ્યા બાતમીદારની પ્રસંશા કરી રહ્યા છે “…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *