આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નાયબ બાગાયત નિયામકની કચેરી,અરવલ્લી દ્વારા  ગુરૂકુળ સોસાયટી, મોડાસા, જી. અરવલ્લી ખાતે ફળ અને શાકભાજી ની જાળવણી કાર્યક્રમ હેઠળ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના હેઠળ ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

તાલીમમાં ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો જેવી કે,  સફરજન લીંબુનો સ્ક્વોશ, ટામેટા કેચપ, મિક્ષ ફ્રુટની ચટણી, મિક્ષફ્રુટ જામ, કાજુ કારેલાંનું અથાણું, ખજુરનું અથાણું, લીંબુ મરચાંનું અથાણું, ગાજર મરચાનું અથાણું, સફરજનનું અથાણું, આમળાનું અથાણુ, આમળા કેન્ડી, આમળાનો મુરબ્બો, મુખવાસ, કોપરાની છીણના લાડુ, ખજૂરના લાડુ, આમળા જીંજર, લેમન જીંજર, દાડમ લીંબુ નું શરબત, પાઈનેપલ સ્ક્વોશ, દાડમની જેલી, કાચા પપૈયાની તુટી ફ્રુટી બનાવવા અંગેની પ્રેક્ટિકલ સાથે કુલ ૩૮ મહીલાઓને તાલીમ આપવામાં આવી.

તાલીમ દરમ્યાન મહિલાઓને કોલેજ ઓફ ફ્રુટ પ્રોસેસિંગ, આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે એક દિવસીય પ્રેરણા પ્રવાસ તથા તાંત્રિક માર્ગદર્શન મેળવવા માટે લઇ જવામાં આવ્યા હતા. 

ઉક્ત તાલીમ બાગાયત અધિકારીશ્રી, એ.વી.ગઢવી, બાગાયત નિરીક્ષક, જે.પી.સોલંકી, તથા અનસૂયાબેન, ધારાબેન, કૈલાષબેન દ્વારા આપવામાં આવી. 

તાલિમના પુર્ણાહુતી કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી, શ્રી ભાવિક કરપટિયા હાજર રહ્યા અને તેઓના હસ્તે તાલીમાર્થીઓએ સર્ટીફિકેટ અને તાલિમ સાહિત્ય આપવામાં આવ્યુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *