ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 માં શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ ની ધોરણ-8 ની વિદ્યાર્થીની ધ્રુવી સમગ્ર અરવલ્લી જીલ્લામાં વિજેતા થઇ રાજ્ય કક્ષાએ ભાગ લીધો.

અરવલ્લી -ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા -2023-24 ની જીલ્લા કક્ષાની સ્પર્ધા અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે યોજાઈ હતી, જેમાં *શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ* ની ધોરણ-8 ની વિદ્યાર્થીની *ધ્રુવી કનુભાઈ રાઠોડ* સમગ્ર અરવલ્લી જીલ્લામાં તૃતીય સ્થાને વિજેતા થઇ રૂપિયા 11,000/- નું ઇનામ પ્રાપ્ત કરી સમગ્ર જીલ્લા અને શાળાને ગૌરવ અપાવ્યું. જેમાં જીલ્લાના જવાબદાર અધિકારીશ્રોઓ પણ હાજર હતા અને સૌ એ સર્વ વિજેતા ને અભિનંદન પાઠવ્યા હતા. અને વિજેતા ધ્રુવી ને મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે સૂર્ય નમસ્કાર નો વલ્ડ રેકોર્ડ થયો તે કાર્યક્રમમાં સહભાગી થવાની સુવર્ણ તક મળી. જેની શાળા પરિવારમાં ખુશીની લહર જોવા મળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *