બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી?

ઈંટોના ભઠ્ઠાઓ ને મંજૂરી કોઈ સરકારી ખાતાઓ દ્ધારા આપવામાં આવી નથી..

રીજનલ ઓફિસ GPCB બનાસકાંઠા દ્ધારા અગાઉ ઈંટોના ભઠ્ઠા બાબતે નોટિસો આપી હતી પરંતુ આજદિન સુધી ભઠ્ઠાઓ બંધ નથી થયા?? એનું કારણ શું?? ખાલી કામ ગિરી કાગળ ઉપરજ થાય છે?

અમીરગઢ જેશોર અભિયારણ ના રેન્જ ફોરેસ્ટ ના RFO શક્તિ સિંહ સાહેબ ને અરજદાર દ્ધારા ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જ્યારે કોઈ PATRKAR આ બાબતે RFO શક્તિ સિંહ ને ફોન કરીને પૂછે તો તેમની પાસે ફોન ઉપાડવાનો સમય ના હોય તેમ ફોન રિસીવ નથી કરતા.. તે બાબતે શું સમજવું??

✍️અમીરગઢ મામલતદાર સાહેબ શ્રી સાથે વાતચીત

અમીરગઢ જેશોર અભિયારણ સામે કાર્યવાહી બાબતે મામલતદાર અમીરગઢ ને પૂછતા તેમણે કહ્યું કે અમારા તરફ થી ઈંટોના એકપણ ભઠાઓ ને મંજૂરી આપવામાં નથી આવી જો મંજૂરી ના હોય તો ઈંટોના ભઠા બંધ કરાવવા શું મામલતદાર સાહેબ ની ફરજ નથી?? મારી હદમાં નથી આવતું તેવું કહી મામલતદાર સાહેબે પણ હાથ ખંખેરી નાખ્યા અને તમામ બાબતે આ વિસ્તાર જેશોર અભિયારણ હોય તો તમે RFO સાથે વાત કરો..

✍️DFO સાથે વાતચીત કરતા તેમણે કહ્યું તમામ બાબતે તપાસ થઇ ગઈ છે

RFO સાહેબ ફોન ના ઉપાડતા DFO બનાસકાંઠા ને ટેલિફોનિક પૂછતાં તેમણે કહ્યું કે અમે બધી તપાસ કરી છે અમારા હદ વિસ્તાર માં આ ભઠા નથી આવતા અને જો તમને એવું લાગે તો તમે GPS માપ લઈને મારી પાસે આવો હું કાર્યવાહી કરીશ…

બનાસકાંઠા ના ન્યાય પ્રિય કલેલ્ટર સાહેબ શ્રી આબાબત ને ગંભીરતા થી લઈને તપાસ કરે અને આ ઈંટોના ઘેરકાયદેસર ચાલતા ભઠ્ઠાઓ સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *