એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં

વલસાડ: સ્પેશિયલ રિપોર્ટ અનીશ શેખ દ્વારા તા – 27/1/2024

ઉત્પાદકો દ્વારા ટેક્ષના પૈસા બચાવવા અપનાવવા મા આવેછે અવનવી તરકીબો.. GST વિભાગ ની કામગીરી શંકાના દાયરામાં

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

વલસાડ જિલ્લા ના લોખંડ નાં સળિયા અને અન્ય ઉત્પાદનો કરતી અઢળક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ દ્વારા અલગ અલગ પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે અને પોતાનો ધંધો રોજગાર વધારવામાં આવે છે પરંતુ તે કામ ધંધા માથી પ્રોફિટ મેળવીને સરકાર ને અંધારા મા રાખીને તેમાંથી સરકાર ને ભરવામાં આવતા ટેક્ષનાં પૈસા ( નાણાં) ની ચોરી કરવાના અલગ અલગ કીમિયાઓ તૈયાર કરવામાં આવે છે..

જેમાંથી હાલમાં એક એવો કીમિયો તૈયાર કરવામાં આવ્યો છે કે કમ્પની મા થિ તૈયાર થઈને કોઈપણ પ્રોડક્ટ નીકળશે પરંતુ બિલિંગ અન્ય કોઇ જગ્યાએ થી તૈયાર થસે અને ત્યાર બાદ બરોબર થર્ડ પાર્ટી ને તે માલ વેચી દેવામાં આવશે. આમ અવનાવી ટ્રેડિંગ ના નામે ફોર્મ બનાવી ને લાખો રૂપિયાની સરકાર કર ની ચોરી કરવામા આવે છે વલસાડ GST ના અધિકારીઓ ની નાક નિચે આં કાવતરું ચાલુ હોવા છતાં અધિકારીઓ ના પેટનું પાણી નથી હલતું એનું કારણ શુ હોઈ શકે? દર વર્ષે કરોડો રૂપિયા ની કર ચોરી સરકાર દ્વારા પકડવામાં આવે છે તેમ છતાં દર વર્ષે આ કૌભાંડ બહાર આવે છે કેમ્??

વાંચો ટુંક સમયમાં વલસાડ જિલ્લા ની કઈ કઈ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે કર ચોરી

ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

નાણાકીય વર્ષ 2024માં મે સુધી રૂ. 14,302 કરોડની જીએસટીની ચોરી
ચાલુ નાણાકીય વર્ષમાં મે 2023 સુધીમાં કરચોરીના 2,784 કેસ નોંધાયા છે, જેમાં 14,302 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. વિભાગે રૂ. 5,716 કરોડ રિકવર કર્યા છે અને 28 ધરપકડ કરી છે.

સીતારમણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં એક નિવેદનમાં જીએસટી અને આવકવેરા ચોરી અંગેનો વાર્ષિક ડેટા રજૂ કર્યો હતો. આ સંદર્ભે ગુજરાતના સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

રૂ. 1,765.5 કરોડ જપ્ત
કામચલાઉ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 23 માં 741 જૂથો છે, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 1765.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં 1,253 સર્વે પણ કરવામાં આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ કરચોરીને પકડવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેવી હાઇટેક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે તેના કારણે આ કરચોરી પકડાઇ છે.

કેટલાક મહત્વપૂર્ણ પગલાઓમાં કોમ્પ્યુટરની મદદથી મોનિટરિંગ અને ડેટામાં સંશોધન કરીને કેસોની પસંદગી કરવી, પસંદગી બાદ કાર્યવાહીને પ્રાથમિકતા આપવા માટે મોનિટરિંગ સિસ્ટમ, કરચોરીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આવકવેરા બિઝનેસ એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે વિભાગના તમામ વર્ટિકલ્સ પર લાગુ કરવામાં આવશે, એમ સીતારામના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, બનાવટી અથવા બોગસ રજિસ્ટ્રેશનને પકડવા વિભાગે તાજેતરમાં 16 મેથી 15 જુલાઈ સુધી દેશભરમાં ઝુંબેશ શરૂ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *