ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી બ્યુરો ચીફ
સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંગીત કલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મૂળ કલાની સાચી ઓળખ સમજ અને આપણા સંગીતના મૂળ કલા વારસાની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સમયાંતરે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. તથા વર્તમાન નવોદિત કલાકારો વગેરેના વિશેષ સન્માન કરવામાં આવે છે. સમયાંતરે નિ:શુલ્ક સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. ભાટીયા – નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો મુખ્ય હેતું (Indian Classical Music) ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારનો છે. ત્યારે તાજેતરમાં ડી ડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને Biography With Interview એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો