કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી..

નવી દિલ્લી તા – 29 / 3 /2024

કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? કેજરીવાલ ના આ સવાલે જર્જ અને ઇડી ને ચૂપ કરી દિધા હતા..!!

એક ન્યૂઝ એજન્સી ના એહવાલ મુજબ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બંને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજાે આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જાે ૧૦૦ કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા? કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *