લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લો 

લોકશાહીના મહાપર્વમાં સાબરકાંઠાના ૧૩૮ અને અરવલ્લીના ૧૬૪ શતાયુ મતદારો મજબૂત લોકશાહિના નિર્માણમાં ભાગીદાર બનશે.

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી 

બંન્ને  જિલ્લામાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫,૮૨૨ વરીષ્ઠ મતદારો નૈતિક ફરજના ભાગરૂપે મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બનશે

  મજબૂત લોકશાહીના નિર્માણમાં એક- એક મતનું મૂલ્ય હોય છે અને આવી લોકશાહીને મજબૂત કરવાનું કામ કરે છે. ભારતના મતદારો પરંતુ એવા પણ મતદારો છે જેમને મતદાનને માત્ર ચૂંટણી પક્રિયાનો ભાગ સમજી નહિ પરંતુ પોતાની નૈતિક ફરજ સમજીની હજી પણ મતદાન કરી રહ્યા છે. આ વાત છે. સાબરકાંઠાના સમજુ અને શતાયું મતદારની 

      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સંસદીય મતદાર વિભાગમાં સાત વિધાનસભા મતદાન વિભાગનો સમાવિષ્ટ થાય છે. જેમાં લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવા બંને જિલ્લાના ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૦૨ વરીષ્ઠ મતદારો નોંધાયા છે. જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઇને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બનશે. 

     ભારતના ચૂંટણીપંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરીષ્ઠ નાગરીકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ૮૫ વર્ષથી વધુના ૮૧૬૨ મતદારો અને ૧૩૮ શતાયુ મતદારો નોંધાયા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ૮૫ વર્ષથી  વધુના ૭૬૬૦ અને શતાયુ ૧૬૪ મતદારો નોંધાયા છે. જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે. 

    મતદાર વિભાગ વાર વાત કરીએ તો ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૯૮ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૦ જયારે ૨૮-ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૩૮૬ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૪૨ તથા ૨૯ ખેડબ્રહ્મા  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૨૯૪ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૫૨ અને ૩૩-  પ્રાંતિજ  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૬૮૪ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

      જ્યારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ૩૦-ભિલોડા  વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૩૧૦૭ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૭૯ તથા ૩૧-મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪૪૧ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૯ તેમજ ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૧૧૨ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૪૬ વરીષ્ઠ મતદારો નોંધાયેલા છે. 

ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *