એહવાલ અનિશ શેખ દ્ધારા તા – 17/4/2024
વાપી GIDC સ્થિત વાઇટલ કમ્પની માં કામ કરતા કામ દારો ની સેફટી સામે સવાલો ઉભા થઈરહ્યા છે..?
હાલમાં તાજેતર માં બનેલી વાઇટલ કમ્પની માં કામદારી ની તબિયત લથડવાની ઘટનાં ને જો અધિકારીઓ ઈમાનદારી પૂર્વક તપાસ કરે અને કડક માં કડક પગલાં ભરે તો અન્ય કમ્પની સંચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સોબને..! 1
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાપી gidc સ્થિત Vital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા અંદાજે 3 જેટલાં કામ દારો ની તબિયત ખરાબ થઇ હતી જેને પગલે તાત્કાલીક તેમને કમ્પની માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 માંથી 1 કર્મચારી ને હરિયા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ..! તબિયત લથડવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ગેસ લાગવાથી ઘટનાં બની હોય તેવું વાપી ઉદ્યોગ નગરમાં હાલમાં ચર્ચાઈ રહ્યું છે…?
તમામ બાબતે વાપી પોલીસ દ્ધારાઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા..!
કમ્પની સંચાલકો એ આ બાબતે ફેક્ટરી ઈંસ્પેક્ટર ને જાણ કરી છે કે નહિ ?? આ ત્રણ કામદારો સાથે બનેલી ઘટનાં ની હકીકત શું છે તમામ બાબતે જાણકારી મેળવવા અમારી ગુજરાત કારોબાર દૈનિક ન્યૂઝ પેપર ની ટીમેVital Laboratories Ltd. કર્મચારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાની કોશિશ કરી પરંતુ કમ્પની સંચાલકો એ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું..!!