Author name: Bharat Sinh Thakor

 માલપુર માં પાર્ટી પ્લોટ નું આયોજન લેવા પાટીદાર સમાજ દ્વારા કરાયું પાટીદાર સમાજ ના આગ્રણીઓ એ માલપુર નગરમાં છેલ્લા ઘણા વર્ષો પછી નવરાત્રીનું આયોજન થયુ

 માલપુર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર લેઉવા પાટીદાર સમાજ આયોજિત નવ ઉત્સવ નવરાત્રીમાં દરેક સમાજ તેમજ માલપુર તાલુકાના જનતા માં અંબે ના પર્વ માં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ આ પવિત્ર તહેવારને ભક્તિમય અને આનંદમય બનાવ્યો છે જેમ સોનામાં સુગંધ ભળે તેમ માલપુર તાલુકાની પરિશ્રમ વિદ્યાલયના નર્સરી થી ધોરણ 10 સુધીના તમામ બાળકો તથા ટ્રસ્ટી શ્રી કુંદન ભાઈ, કેતનભાઈ આચાર્ય શ્રી મહેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રો આ ઉત્સવ ની અંદર ભાગ લઈ નવ ઉત્સવ નવરાત્રી મહોત્સવમાં ઉમળકાભેર ગરબા રમી આ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા. જેમાં નવ ઉત્સવ નવરાત્રી મહોત્સવ ના તમામ આયોજક મિત્રોએ ખૂબજ સુંદર આયોજન રહ્યું હતું અને સહકાર આપ્યો હતો.

*

 માલપુર માં પાર્ટી પ્લોટ નું આયોજન લેવા પાટીદાર સમાજ દ્વારા કરાયું પાટીદાર સમાજ ના આગ્રણીઓ એ માલપુર નગરમાં છેલ્લા ઘણા વર્ષો પછી નવરાત્રીનું આયોજન થયુ Read More »

Uncategorized

અરવલ્લીઃ લાયન્સ કલબ મોડાસા સંચાલિત બહેરા મુંગા શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા શાળાના દિવ્યાંગ બાળકો માટે નવરાત્રિ નિમિત્તે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌ બાળકોએ ઉલ્લાસભેર ગરબા રમી આનંદ વ્યકત કર્યો હતો સંસ્થાના બાળકોએ સુંદર ડેકોરેશન કરી ડી.જે.ના તાલે ગરબે ઘૂમ્યા હતા.
તમામ બાળકો માટે પ્રસાદ સાથે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.સંસ્થાના પદાધિકારીશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા સ્ટાફ મેમ્બર્સ સૌ સાથે મળીને નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી.નવરાત્રિ ના સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ લા.ડૉ.ટી.બી.પટેલ, ઉપપ્રમુખ લા.ડૉ.જીતેન્દ્રભાઈ.પી.પટેલ,ઉપપ્રમુખ લા.કમલેશભાઈ પટેલ,ટ્રસ્ટી લા.રામભાઈ પટેલ,મંત્રી લા.મનુભાઈ પટેલ, મંત્રી લા.ભાવેશભાઈ જયસ્વાલ તેમજ તમામ હોદ્દેદારો દ્રારા દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો..

અરવલ્લીઃ લાયન્સ કલબ મોડાસા સંચાલિત બહેરા મુંગા શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું Read More »

Uncategorized

 “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, અમદાવાદ દ્વારા રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા ગુજરાતમાં યોજાતા નવરાત્રી ગરબા આયોજનોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આયોજનને આપવામાં આવે છે.”અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને આ પુરસ્કારથી સન્માનિત કરવાના કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:આ આયોજનમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ આયોજનમાં વિવિધ કલાકારો અને સંગીતકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.આ આયોજનમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ ભાગ લીધો હતો.આ પુરસ્કારને સ્વીકારતા, “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનના આયોજકોએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ આ પુરસ્કારને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયાસોને ચાલુ રાખવા માટે પ્રેરણા તરીકે લેશે.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના રાજ્યનાં નેશનલ ચીફ કમિશ્નર શ્રી *ડૉ. અમિતકુમાર રાવલ*, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી *પરવેઝખાન પઠાણ*, ગુજરાત રાજ્યનાં મુખ્ય સચિવ શ્રી *યુવરાજસિંહ પુવાર*, મહારાષ્ટ્ર રાજ્યનાં ઉપપ્રમુખ શ્રી *નિકુંજભાઈ પંચોલી* તેમજ ગુજરાત રાજ્યનાં અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત Read More »

Uncategorized

ખુમાપુર (પટેલ છાપરા (ઇસરી) તા. મેઘરજ ડી. અરવલ્લી ખાતે રાવળ યોગી સમાજ દ્વારા જોગણી માતાના ટોડ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું

જેમાં આયોજક તરીકે દહેગામડાથી ભરતભાઈ રાવળ યોગી તથા સુખાભાઇ રાવળ યોગી તથા સરડોઇથી સોમાભાઈ જુગાભાઇ રાવળ યોગી તથા વજાપુરથી મેહુલભાઈ લશ્મણભાઇ રાવળ યોગી.તથા વાંકાટીંબા થી દિનેશભાઈ રાવળ યોગી, ખુમાપુર ગામના ભુવાજી ખુમાભાઈ ,કચરાભાઈ રાવળ યોગી તથા રમણભાઇ રાવળ યોગી બધાએ ભેગા મળીને આ વિસ્તામાં માતાજીની મહેર થાય દરેકના ઘરે સુખ શાંતિ રહે તે હેતુથી માતાજીના ટોડ નું આયોજન કરવામાં આવ્યું..

ખુમાપુર (પટેલ છાપરા (ઇસરી) તા. મેઘરજ ડી. અરવલ્લી ખાતે રાવળ યોગી સમાજ દ્વારા જોગણી માતાના ટોડ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું Read More »

Uncategorized

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

મોડાસા, ૧૯ ઑક્ટોબર:
મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિના સંસ્કાર- જન જાગૃતિ માટે અથાગ પ્રયાસ કરી રહેલ છે. એમાંય “આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર” આંદોલન આ મોડાસા પંથકમાં ક્રાન્તિ કરી રહ્યું છે. દર ગુરુવારે સૌને માટે તમામ પ્રકારના સંસ્કારનું નિ: શુલ્ક આયોજન કરાય છે. ૧૯ ઑક્ટોબર, ગુરુવારે એવો એક કાર્યક્રમ થયો જેમાં દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ હોય તેઓને પોતાની આગલી પેઢી જન્મથી જ સંસ્કારવાન બને તે માટેના સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગિયાર દંપતિએ આ શ્રેષ્ઠ ગર્ભ સંસ્કાર માટે જોડાયા હતા.
આ ગર્ભ સંસ્કારમાં ગર્ભવતી બહેને પોતાની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એવું ખૂબ જ ઝીણવટથી સમજાવવામાં આવે છે. આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે.
ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ આંદોલન ચલાવી રહેલ અમિતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં પાંચ બહેનોની ટીમ દ્વારા જેના પણ સંસ્કાર કરવામાં આવે છે તે ગર્ભવતીને નવ મહિના સુધી બાળકનો જન્મ થાય ત્યાં સુધી સતત સેમિનાર કે વ્યક્તિગત ફોન સંપર્ક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં સંસ્કારનું મહત્વ, વૈજ્ઞાનિક પ્રતિપાદન, ગર્ભ સંવાદ, આહાર, યોગ વ્યાયામ વિગેરે બાબતોમાં સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
બાળકના જન્મ પછી પણ સમય સમય પર આ બાળકના નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિધ્યારંભ સંસ્કાર તેમજ બાળ સંસ્કાર કેન્દ્રનો પણ લાભ આપવામાં આવે છે , આમ આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન તિવ્ર ગતિએ વેગવાન બની રહ્યું છે. આજના દિવસે પંચકુંડી ગાયત્રી યજ્ઞ સાથે ગર્ભ સંસ્કાર આયોજનમાં રોહિણીબેન શર્મા, પ્રિતિબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદીના નેતૃત્વમાં અગિયાર દંપતિ આ સંસ્કાર કરાવી લાભાન્વિત બન્યા.

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર Read More »

Uncategorized

અરવલ્લીઃબાયડ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાઃસોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ

બાયડ મામલતદાર કચેરી ખાતે અરજદારો માટે પીવાના પાણીની જગ્યાએ સ્વચ્છતા, પંખાની વ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ બાબતે અવારનવાર અખબારોમાં સમાચારો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે

આખા ભારત દેશમાં પ્રધાનમંત્રીના સ્વચ્છતા હી સેવા સુત્ર અનુસાર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
બાયડ મામલતદાર કચેરીમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બાયડ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં આવેલા અરજદારો માટેના શૌચાલયમાં પોટલીઓની કોથળીઓ તથા બોટલો અને અનેક પ્રકારની ગંદકીનો ખડકલો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હવે ક્યાંકને ક્યાંક સવાલ એ ઉભો થાય છે કે શું આ ગંદકી સરકારી બાબુઓને નથી દેખાતી…???
બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની જગ્યાએ સ્વચ્છતા નથી, અરજદારોને બેસવાની જગ્યા પર પંખાની વ્યવસ્થા બાબતે અવારનવાર અખબારી માધ્યમોમાં સમાચારો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે

એકબાજુ મામલતદાર કચેરીના સરકારી બાબુઓ સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન કરાવી રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીના પટાંગણમાં જ ગંદકીના વરવા દ્રશ્યો સામે આવતાં વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે…

અરવલ્લીઃબાયડ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાઃસોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ Read More »

Uncategorized

માલપુર તાલુકાના ધીરાખાંટની મુવાડા ગામની સીમમાં પથ્થર દળવાની ફેક્ટરીના કારણે પ્રદૂષણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માલપુર તાલુકા નીડર પ્રમુખશ્રી ભૂપેન્દ્રસિંહ ઠાકોર માલપુર તાલુકાના ધીરાખાંટ ના મુવાડા ગામે ચાલતી પથ્થર દળવાની ફેક્ટરી ના લીધે ઉડતા ડસ્ટ તેમજ ખુબજ ઘોઘાટ ના લીધે સમગ્ર ગામ ની અંદર ખુબજ ટીબી ના વિસથી વધારે દર્દીઓને દવા લઈ રહ્યા છે.નાના બાળકો પથ્થર ના ડસ્ટ ના લીધે નાની ઉંમરે ટીબીના ભોગ બની ચુક્યા છે.પાંચ મહિના પહેલાં મામલતદાર કચેરી માલપુર તેમજ કલેક્ટર કચેરી અરવલ્લી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન હતી તે અનુસંધાને માલપુર મામલતદારને હિંમતવાન નીડર અને તે યુવા નેતા ભૂપેન્દ્રસિંહ ઠાકોર તેમજ ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.જો અઠવાડિયામાં તપાસ હાથ ધરવામાં ના આવે તો ઉગ્ર વિરોધ કરી કલેકટર કચેરીખાતે ધરણાઉપર બેસી જઈશું તેવી ચીમકી આપી હતી.

માલપુર તાલુકાના ધીરાખાંટની મુવાડા ગામની સીમમાં પથ્થર દળવાની ફેક્ટરીના કારણે પ્રદૂષણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ Read More »

Uncategorized આરોગ્ય

અરવલ્લી જિલ્લામાં બાયડ અને મોડાસા ખાતે બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી


આગામી બે મહિના દરમિયાન દર રવિવારે રાજ્ય સહીત જિલ્લામાં વિવિધ થીમ ઉપર સ્વચ્છતા સફાઈ અભિયાન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આ રવિવારે જિલ્લાના મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા વિસ્તારના બસ સ્ટેન્ડ વિસ્તારોમાં સફાઈ ઝુબેશ હાથ ધરાઈ.

અરવલ્લી જિલ્લામાં બાયડ અને મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ, મહામંત્રી શ્રી, તેમજ નગરપાલિકાનું સ્ટાફગણ, મશીનરી સાથે એસટી ડેપો મોડાસા ખાતે આવી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.


અરવલ્લી જિલ્લામાં બાયડ અને મોડાસા ખાતે બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી Read More »

Uncategorized

અમૃત કળશ યાત્રા થકી માઁ ભારતીની મિટ્ટી ને વંદન કરવાનો અવસર માટીને નમન, વીરોને વંદન

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન દ્વારા વીરોને વંદન કરવા આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત માલપુર અને બાયડ ની અલગ અલગ તાલુકા પંચાયત સીટ ખાતે  ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા , ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે “અમૃત કળશ યાત્રા” માં ઉપસ્થિતરહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સરપંચશ્રીઓ અન્ય આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

અમૃત કળશ યાત્રા થકી માઁ ભારતીની મિટ્ટી ને વંદન કરવાનો અવસર માટીને નમન, વીરોને વંદન Read More »

Uncategorized

શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો.

ગાયત્રી પરિવાર દ્વારા નિ:શુલ્ક કાર્યક્રમમાં બસોથી વધુ લોકોએ પિતૃઓનું તર્પણ કર્યું.

ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈ શરીર હોય ત્યાં સુધી અનેક સંસ્કાર પરંપરા ચાલી રહેલ છે. પરંતુ માનવીના મૃત્યુ પછી તેને સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવા શ્રાદ્ધ તર્પણનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં દરેક પોતાના અવસાન પામેલ સ્વજનોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તિથિ મુજબ શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. પરંતુ અમાવસ્યા પર તમામ પિતૃઓને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર તર્પણ માટે વિષ્ણુ ભગવાનનું તીર્થ ધામ શામળાજી મહત્વનું સ્થાન ગણાય છે. ગાયત્રી શક્તિપીઠ- શામળાજી દ્વારા અમાસના દિવસે શનિવારે નિ: શુલ્ક સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનું સામુહિક આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યું . જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી બસોથી વધુ લોકો આ નિ: શુલ્ક શ્રાદ્ધ તર્પણનો લાભ લેવા પૂજામાં જોડાયા. મેશ્વો નદીના કિનારે ગાયત્રી શક્તિપીઠ- શામળાજી ખાતે પ્રસિદ્ધ કથાકાર અમૃતભાઈ પટેલે સંગીતમય શૈલીમાં ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ તર્પણ કાર્યક્રમનું સંચાલન કર્યું. સૌએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી. કાર્યક્રમના સમાપનમાં સૌએ પોતાના જીવનને કુરિવાજોથી બચાવી વ્યસનમુક્ત શ્રેષ્ઠ માર્ગ પર ચલાવવા સંકલ્પ લીધા. છેલ્લે સૌને માટે ગાયત્રી શક્તિપીઠ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ.

શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો. Read More »

Uncategorized ઓટો