Author name: Bharat Sinh Thakor

શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ,અરવલ્લી મુ ગડાધર મુકામે શ્રી ઠાકોર સમાજનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયો 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગડાદર મુકામે નવ-નિર્મિત મકાનના ૧૨૦બાય ૪૦ ના વિશાલ હોલ માં યોજાય ગયો જેમા ઠાકોર સમાજ દ્વારા આમંત્રીત  મહેમાનશ્રી  ભિખુસિંહ ગંભીરસિંહ ડાભી (સાણંદના ઉધોગપતિ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો. ઉધોગપતિશ્રીએ ૫૧૦૦૦ નું રોકડ માતબર દાન તથા હોલના બારી-બારણ બનાવી આપવાની જાહેરાત કરી તથા બાયડ-માલપુર તાલુકા ના લોક-લાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે ૧૧૦૦૦ હજારનું રોકડ દાન આપ્યુ તેમણે પોતાના પ્રવચનમાં સ્પર્ધાના જમાનામાં ઉત્તમ શિક્ષણ થીસમાજમાં પરિવર્તન શકય છે શિક્ષણ થી ક્રાંતિ લાવી શકાય છે ભવનના નિર્માણમાં આજસુધીના પાયાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા લગભગ ૮૦૦ જેટલા સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ હાજરી આપી હતી અક્ષર પ્રકાશન તરફથી પધારેલ પ્રો. બી.સી.રાઠોડ સાહેબ તથા પ્રો.શંકરભાઇ ખાંટ સાહેબે વિવિધ સ્પર્ધાત્મક  પરીક્ષાઓ માટે સમાજના વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે તે માટે ૫૧૦૦૦ હજારના સમાજ પુસ્તકાલય માટે ૧૩૫ પુસ્તકો આપ્યા  હતા ભિલોડા તાલુકા બીજેપી ના મહામંત્રી શ્રી ભવનસિંહ કે  ઠાકોર ૫૦૦૦૦૦ લાખની કિંમતના સમાજ વાડીના પટાંગણમાં બ્લોક ગોઠવી આપ્યા છે તથા પાણી બોર-પંપની પણ વ્યવસ્થા કરી આપી છે શ્રીમતિ નિલાબેન મડીયા ભિલોડા તાલુકા પંચાયત સદસ્યએ વાડી ફરેતે કોટ બનાવી આપવાની જાહેરાત કરી છે તેમજ પો.સ.ઇ. શ્રી નારણભાઇ સુનોખ વાળાની મહેનતથી સાણંદમાંથી ૫૧૦૦ ચંદુસિંહ,૫૧૦૦ દિનુભાઇ,૫૧૦૦ પટેલ રાજાભાઇ, ૧૧૦૦ પટેલ બળદેવભાઇ ૧૧૦૦ મીણા જસવંતભાઇ તરફથી દાન મેળવી આપવાનો સહીયોગ પાપ્ત થયો છે તથા નાયક  મોતિભાઇ સરડોઇએ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજવાડીની ઓફિસનું ઉદઘાટન શ્રી આશાપુરા ફર્નિચરવાળા દિલિપભાઇ ઠાકોર ના સુપુત્ર હસ્તે  કરવામાં આવ્યુ હતુ   વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન  મળે તે માટે પહેલા ,બીજા તથા ત્રીજા નંબર  વાળાને પ્રમાણપત્ર શિલ્ડ  તથા પાંચ  ચોપડા સમાજ ના સહયોગથી છાપેલા આપ્યા તથા બાકીના દરેક વિદ્યાર્થીઓ ને ત્રણ ચોપડા આપ્યા નિમણૂંક  અને નિવૃત  કર્મચારીઓને પણ સન્માનવામા આવ્યા હતા સમાજ આગેવાનોમાં પ્રમુખ શ્રી ધીરુભાઇ,સંચાલક શ્રી શિવુભાઇ ,ઉપ-પ્રમુખ સોમાભાઇ ખરાડી,ભવાનભાઇ તરાર કાનાભાઇ ખાંટ સહ-સંચાલક ગેમુભાઇ મકવાણા ડૉ. જેમાભાઇ મકવાણા મહામંત્રી ભવાનસિંહ ઠાકોર શિ.ચેરમેન કેશુભાઇ ઠાકોર સહ-મંત્રી તથા શિ. વા.ચેરમેન બી.કે ઠાકોર .સભ્યશ્રીઓ શ્રીમોતીભાઇ ઠાકોર,શ્રી છગનભાઇ ઠાકોર,શ્રીભરતભાઇ ઠાકોર શ્રીઆત્મભાઇ ઠાકોર શ્રી ખુમાભાઇ ઠાકોર શ્રી કાનાભાઇ.આર.ઠાકોર શ્રી પ્રવિણભાઇ ઠાકોરશ્રી રમણભાઇ ઠાકોર  શ્રી રમેશભાઇ ઠાકોર શ્રી કલજીભાઇ ઠાકોર શ્રી જીવાભાઇ કે ઠાકોર શ્રી સોમાજી ઠાકોર .કાળુજી ઠાકોર કાનાજી ઠાકોર રામાજી ઠાકોર રેવાજી ઠાકોર રાજુજી ઠાકોર  તથા રસોયા નટુભાઇ ઠાકોર નામી-અનામી ઠાકોર સમાજ આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન કેશુભાઇ,કાનાજી તથા ભવાનજીએ કર્યુ હતુ કાર્યક્રમના અંતે સર્વે ભોજન લીધુ હતુ

શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ,અરવલ્લી મુ ગડાધર મુકામે શ્રી ઠાકોર સમાજનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયો  Read More »

Uncategorized ઓટો

બોટાદ જિલ્લામાં માંડવધાર ઞામ , આંબેડકર ચોક તાલુકો ગઢડા (સ્વા) યુવા આઝાદ ગ્રુપ તથા બોટાદ બહુજન સમાજ દ્વારા આયોજિત ,એક શામ મહાપુરુષો કે નામ ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરાયું હતું

તારીખ ૧૫/૧૧/૨૦૨૩.સ્થળ બોટાદ જિલ્લામાં માંડવધાર ઞામ , આંબેડકર ચોક તાલુકો ગઢડા (સ્વા) યુવા આઝાદ ગ્રુપ તથા બોટાદ જિલ્લા બહુજન સમાજ દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમમાં આમંત્રણત્રીથ મહાનુભવો નું સ્વાગત સભા પ્રવચન સાંજે ભીમ ભોજન અને ત્યારબાદ રાત્રે ભવ્ય ભીમ ભજન નુ મુખ્ય કલાકાર ગુજરાતનું ગૌરવ સાહિત્ય સમ્રાટ વિખ્યાત બહુજન સાહિત્યકાર સોરઠ ના સાવજ આયુ. વિશનભાઈ કાથડ ના સુર થી ભવ્ય જમાવટ કરી હતી અને વિશનભાઈ કાથડ ને સાંભળવા માટે બોટાદ જિલ્લાના તમામ ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ગુજરાતનું ગૌરવ સ્વરા વાણવી ( ભીમ પુત્રી ) બહુજનોના મહાપુરુષો, બાબાસાહેબ વિષે, મહિલા જાગૃતિ અંધશ્રદ્ધા, સમાજીક જાગૃતા જેવાં અનેકો પ્રવચન સરસ રીતે સમજાવ્યું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે મુંબઈ થી ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC, ST, OBC માયનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ, રાષ્ટ્રીય સંધઠક પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ, ગુજરાતના સહમંત્રી શ્રી જેરામભાઈ પરમાર, તથા ગુજરાતના સંગઠનના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

બોટાદ જિલ્લામાં માંડવધાર ઞામ , આંબેડકર ચોક તાલુકો ગઢડા (સ્વા) યુવા આઝાદ ગ્રુપ તથા બોટાદ બહુજન સમાજ દ્વારા આયોજિત ,એક શામ મહાપુરુષો કે નામ ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરાયું હતું Read More »

Uncategorized

ગોસ્વામી પરિવાર દ્વારા કચ્છ નાં ગુંદિયાળી માં યોજાશે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવ

રમેશ ગોસ્વામી “સારથિ” દ્વારા.

કચ્છ: માંડવી તાલુકા નાં ગુંદિયાળી ગામ માં રામેશ્વર ધામ મધ્યે આગામી તારીખ ૧૮-૧૧-૨૦૨૩ શનિવાર નાં રોજ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવ શરુ થશે. ૨૬-૧૧-૨૦૨૩ નાં રવિવાર નાં રોજ પૂર્ણાહુતિ થશે.પ. પૂ. હંસદેવગીરી ગોસ્વામી ( આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર) કથા નું રસપાન કરાવશે. પ. પૂ. મહંત શ્રી બુદ્ધગીરી બાપુ ( થાનાપતી, દશનામ જૂના અખાડા, જૂનાગઢ) નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવા માં આવશે. કથા નાં આચાર્ય શ્રી ધવલ શાસ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ થી યજ્ઞકાર્ય સંપન્ન કરાવશે. આશીર્વચન પાઠવવા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામીશ્રી કલ્યાણનંદગીરીજી મહારાજ ( આશાપુરા પીઠ, રતાળીયા ) , પ. પૂ. મહંતશ્રી લાલગીરીજી ગુરુ શ્રી ધર્મેન્દ્રગીરીજી ( રુદ્રાણી જાગીર) , પ. પૂ. મહંત શ્રી શુભમ ગીરીજી ગુરુ ગંગા ગીરીજી ( શ્રી મોમાઈ મોરા જાગીર, મોરગઢ), પ. પૂ. માતાજી શ્રી ચંદુમાં ( અંબેધામ – ગઢશીશા, પ. પૂ. મહંત શ્રી બસંતગીરીજી ગુરુ શ્રી નયનગીરીજી ( જ્ઞાનગીરીજી મઠ, માંડવી ), પ. પૂ. મહંત શ્રી લક્ષ્મણગીરીજી ( શ્રી વાઘેશ્વરી માતાજી – હાબાય જાગીર), સહિત નાં સંતો,મહંતો ઉપસ્થિત રહી ને આશીર્વચન પાઠવશે. કથા દરમિયાન ૧૯ તારીખ નાં રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી યોજાશે, જેમાં ભજન સમ્રાટ હરસુખગીરીજી ગોસ્વામી ( ચિકાસા વાળા) , ભજનિક અશોક મારાજ ( ગુંદિયાળી વાળા), ભજનિક મહેશ ગીરીજી ગોસ્વામી ( આંબાપર વાળા), તથા ૨૧ તારીખ નાં રાત્રે ખ્યાતનામ ભજનિક ભગવતીબેન ગોસ્વામી ( જૂનાગઢ), ભજનિક જીતુ ગીરીજી ગોસ્વામી ( અંતરજાળ) સહિત નાં નામી કલાકારો સાજીંદા નાં સથવારે ભજન ની રમઝટ બોલાવશે.૨૩ તારીખ, ગુરુવાર નાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે દાંડીયારાસ પારસગીરી કમલેશગીરી ગોસ્વામી પ્રેઝંટ સુરધારા ઓર્કેસ્ટ્રા નાં સથવારે રમઝટ બોલાવશે. આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પ. પૂ. શ્રી હંસદેવગીરીજી બાપુ ( નવાગામ – કાલાવડ) સંગીતમય શૈલિ માં આદેશ સાઉન્ડ નાં સથવારે કથા નું રસપાન કરાવશે. કથા નાં પ્રસંગો પોથી પધરામણી, શ્રી શિવ મહાપુરાણ કથા તથા મહાત્મ્ય પ્રસંગો, શ્રી શિવ પ્રાગટ્ય મહોત્સવ, શ્રી શિવ તાંડવ નૃત્ય ( ભાવેશ ગોસ્વામી – ગોંડલ ), દેવી પ્રાગટ્ય, દેવી પૂજન, નવધાભક્તિ નિરૂપણ, શ્રી શિવ પાર્વતી વિવાહ – લગ્નોત્સવ , શ્રી ગણપતિ પ્રાગટ્ય, બાર જ્યોતિર્લિંગ કથાઓ, પાર્થિવ લિંગ પુજા, પંચાક્ષર મહિમા, કૃષ્ણ ની શિવ આરાધના અને કથા વિરામ સહિત નાં ભક્તિ પ્રસંગો યોજાશે. મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.કૈલાશ વાસ કરશનગીરી જેરામગીરી ગોસ્વામી , કૈલાશ વાસ મોહનગીરી જેરામગીરી ગોસ્વામી, કૈ. વા. રુકમણીબેન કરશનગીરી ગોસ્વામી, કૈ. વા. નિર્મલાબેન કનકગીરી ગોસ્વામી, કૈ. વા. હર્ષાબેન રમેશગીરી ગોસ્વામી, કૈ. વા. નીતાબેન અરવિંદગીરી ગોસ્વામી તેમજ સર્વ પિતૃદેવ મોક્ષાર્થે યોજાનાર આ કથા નાં દર્શનાભિલાષી, કનકગીરી કરશનગીરી ગોસ્વામી, કલ્યાણગીરી કરશનગીરી ગોસ્વામી, રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, અરવિંદગીરી કરશનગીરી ગોસ્વામી, ગુલાબગીરી શંભુગીરી ગોસ્વામી, લવેશગીરી કનકગીરી ગોસ્વામી, રાહુલગીરી કનકગીરી ગોસ્વામી, ભાવિનગીરી રમેશગીરી ગોસ્વામી, રોહનગીરી કલ્યાણગીરી ગોસ્વામી, દીપેશગીરી રમેશગીરી ગોસ્વામી, હિમાંશુગીરી અરવિંદગીરી ગોસ્વામી, રાજેન્દ્રગીરી ગુલાબગીરી ગોસ્વામી, રોહિતગીરી ગુલાબગીરી ગોસ્વામી, સાવનગીરી કલ્યાણગીરી ગોસ્વામી તથા સમસ્ત ગાભા બાવાજી પરિવાર. સંબંધિત ફર્મ શ્રી મોમાઈ કન્સટ્રકશન -મુન્દ્રા, ગુરુ એન્ટરપ્રાઇઝ- માંડવી. આ ધાર્મિક કાર્યક્રમ માં સૌ ધર્મ પ્રેમી જનતા ને પધારવા નું ભાવભર્યું આમંત્રણ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ, કચ્છ પ્રદેશ નાં પ્રમુખ શ્રી રમેશગીરી ગોસ્વામી એ આપ્યું હતું.

ગોસ્વામી પરિવાર દ્વારા કચ્છ નાં ગુંદિયાળી માં યોજાશે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવ Read More »

Uncategorized

અરવલ્લી.

  • ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દિવાળી નિમિત્તે ગરીબ પરિવારોને વિવિધ વસ્તુઓનું વિતરણ કર્યુ…
  • ” આજરોજ દિવાળી પર્વ નિમિત્તે બાયડ – માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કાર્યકર્તાઓ સાથે મળીને પોતાના મતવિસ્તાર માલપુરના વિવિધ વિસ્તારોમાં સેકડો ગરીબ પરિવારોને કપડાં, પગરખાં, સ્કૂલબેગ તથા રમકડાંનું આશરે ત્રણ હજાર જેટલી વસ્તુઓનું વિતરણ કર્યું હતું “…
  • ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરી સાચા અર્થમાં લોકસેવક હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સુખી સંપન્ન લોકોને તહેવારોમાં ગરીબ પરિવારોને મદદ કરવાનો સંદેશો પાઠવ્યો હતો…

અરવલ્લી. Read More »

Uncategorized

અરવલ્લી.

  • ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મામલતદારને રોકડું પરખાવ્યું, પ્રજાને પરેશાન કરવાનું બંધ કરો…
  • ” બાયડ ખાતે દરુખાનાના સ્ટોલ બંધ કરાવવા પોલીસ કાફલા સાથે પહોંચેલા મામલતદારને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રોકડું પરખાવ્યું, જે કાર્યવાહી કરવી હોય તે મારી સામે કરો, પણ મારા વિસ્તારના લોકોને પરેશાન કરવાનું બંધ કરો “…
  • બાયડ ખાતે સિઝનેબલ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વહેપારીઓએ દરુખાનાનો પરવાનો મેળવી નાના સ્ટોલ દ્વારા ધંધો કરી રહ્યા છે, ત્યારે બાયડ મામલતદાર પોલીસ કાફલા સાથે દારુખાનાના નાના સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી કરવા પહોંચ્યા હતા જે બાબતની જાણ વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને થતાં તેઓ તાત્કાલિક બાયડ શહેર ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યવાહી બંધ કરાવી હતી…
  • બાયડ ખાતે પહોંચેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મામલતદારે ઉપરના અધિકારી સાથે રજૂઆત કરવાનું જણાવતાં, ધારાસભ્યએ રોકડું પરખાવ્યું હતું કે, હું વિસ્તારનો લોક પ્રતિનિધિ છું અને મારા વિસ્તારના લોકોને પરેશાન કરવાનું બંધ કરો, હું દારુખાનાના સ્ટોલ બંધ નહી કરવા દઉં તમારે જે કાર્યવાહી કરવી હોય તે મારા સામે કરી શકો છો, જોકે અંતમાં અધિકારી સાથે સુખદ સમાધાન થતાં અધિકારી દ્વારા સ્ટોલ બંધ કરવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો અને વહેપારીઓએ સતત લોકોની સમસ્યાઓને વાચા આપતા અને સાચા લોકસેવક તરીકે નામના ધરાવતા વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો…

અરવલ્લી. Read More »

Uncategorized

અરવલ્લી જિલ્લામાં ‘વોકલ ફોર લોકલ ‘ને પ્રોત્સાહિત કરવા માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અપીલ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં “વોકલ ફોર લોકલ” ને પ્રોત્સાહિત કરવા માટે માનનીય મંત્રીશ્રીએ જિલ્લાની જનતાને અપીલ કરી.દિવાળીના તહેવાર દરમિયાન ભારતીય ઉત્પાદનોનો વપરાશ વધારવા અને દેશમાં બનેલા પ્રોડક્ટસને ગર્વથી દુનિયાને બતાવવા સાથે સ્થાનિક રોજગારી માટે વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે.તેમાં ભાગીદાર થવા માટે અપીલ કરવામાં આવી.અરવલ્લી જિલ્લામાં સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ દિવાળીમાં ખરીદીએ અને તેમના ઘરમાં પણ દિવાળીની ખુશીઓ આપવાની વાત મંત્રીશ્રીએ જણાવી. દિવાળીની શુભકામનાઓ આપતા જણાવ્યું કે દિવાળીના તહેવારમાં દરેકના ઘરે રોશની થાય અને ખુશીઓ આવે તે માટે લોકલ નાના રોજગારો ને રોજગારી આપીએ.

અરવલ્લી જિલ્લામાં ‘વોકલ ફોર લોકલ ‘ને પ્રોત્સાહિત કરવા માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અપીલ Read More »

Uncategorized

ઠાકોર સમાજ નું ગૌરવ પ્રીતિબેન ઠાકોર ને તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ) તરીકે સિહોર તાલુકા પંચાયત ખાતે મુકતા સિહોર શહેર/તાલુકા ઠાકોર સેના અને ઠાકોર સમાજના હોદ્દેદારો દ્વારા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું 

જેમાં દિનેશ ચૌહાણ (એડવોકેટ) પ્રદેશ મહામંત્રી ઠાકોર સેના,સિહોર શહેર પ્રમુખ ધીરુજી ઠાકોર,સિહોર તાલુકા પ્રમુખ વિજયભાઈ ઠાકોર, તાલુકા પંચાયત ચેરમેન મુકેશભાઈ ચાવડા, વિપુલભાઈ ચૌહાણ, ડોક્ટર જયેશભાઈ ચૌહાણ,વિજયભાઈ ઠાકોર,અનિલભાઈ ચાવડા,વિજયભાઈ મકવાણા આ તકે ઉપસ્થિત રહ્યા હતા

ઠાકોર સમાજ નું ગૌરવ પ્રીતિબેન ઠાકોર ને તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ) તરીકે સિહોર તાલુકા પંચાયત ખાતે મુકતા સિહોર શહેર/તાલુકા ઠાકોર સેના અને ઠાકોર સમાજના હોદ્દેદારો દ્વારા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું  Read More »

Uncategorized

બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વિચારો અને માર્ગદર્શન થી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે

બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો.ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ખેડૂતોમાં મીલેટ્સ (બરછટ ધાન્ય ) ના ઉત્પાદન અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે તથા આધુનિક કૃષિ તંત્રિક્તા અને નવીનતમ સાધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ખેતીવાડી શાખા દ્વારા કૃષિમેળા નું આયોજન કરવામાં આવ્યું.

આ કૃષિમેળા માં બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પટેલ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તાલુકા કક્ષા ના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો,એક હજાર થી વધારે ખેડૂતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો Read More »

Uncategorized

બાયડ તાલુકાના રમાસ ખાતે ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બાયડ તાલુકાના રમાસ શેઠ શ્રી એમ.આર.શાહ સરસ્વતી વિદ્યાલય ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને ગુજરાત શૈક્ષણિક તાલીમ પરિષદ પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અરવલ્લી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા વિક્રમશિલા શાળા વિકાસ સંકુલ, બાયડ દ્વારા ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન ચૌધરી તથા ઉમિયાધામ, ઊંઝાના ટ્રસ્ટીશ્રી ડી.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી ( કમિશનર ઓફ સ્કૂલ,ગાંધીનગર ) યશવંતભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આચાર્ય સંઘ અરવલ્લી જિલ્લાના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પંકજભાઇ.જે.પટેલ, મહામંત્રી સંજયભાઇ જોષી, મંત્રી અશ્વિનકુમાર પટેલ તથા શ્રી નવયુવક કેળવણી મંડળ, રમાસ ના હોદ્દેદારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રમાસ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું.

બાયડ તાલુકાના રમાસ ખાતે ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું Read More »

Uncategorized

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દ્વી વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

શ્રી ડુગરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડુગરવાડા ખાતે આવેલી શાળામાં નવીન સભાખંડ તથા શ્રી ચેતનભાઇ એ પટેલ આચાર્યશ્રી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંજયભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ચીમનભાઈ પટેલ દ્વારા શાળા પરિચય આપવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા શાળાના વિકાસ ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અર્ચનાબેન ચૌધરી ડી ઈ ઓ શ્રી અરવલ્લી જિલ્લો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી આર એસ પટેલ જેઓએ આ સંસ્થામાં અત્યાર સુધી કુલ 68 લાખ જેટલું માતબર દાન આપ્યું છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી એમ એસ પટેલ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી દ્વારા આ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરીને શાળાનું ગામનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ પણ સાથે સાથે યોજવામાં આવ્યો હતો. ચેતનભાઇ પટેલ આચાર્ય તરીકે આ શાળા માં 18 વર્ષ સુધી આચાર્ય તરીકેનું પદ શોભાવ્યું હતું. તેઓ નિષ્ઠાવાન પ્રગતિશીલ અને કર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા શ્રી ચેતનભાઇ પટેલ નો નિવૃત્ત જીવન આરોગ્યમય નિરામય અને પ્રવૃત્તિશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા કેળવણી મંડળ શાળાના સ્ટાફગણ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દ્વી વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. Read More »

Uncategorized ઓટો