


આજ રોજ તારીખ 3/04/2023 ના રોજ કોંગ્રેસ પક્ષ ના પૂર્વ લીડર આદરણીય રાહુલ ગાંધી સેશન કોર્ટ સુરત ખાતે આવવાના હોઈ, મોડી રાત થી જ ડાંગ જીલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ના ઘરે પોલિસ કાફલો ખડકી દઈ ડાંગ જીલ્લા ના કોંગ્રેસ કાર્યકર્તા ઓને વહેલી સવારે નજર કેદ કરી વઘઈ પોલિસ સ્ટેશન ખાતે ડીટેઈન કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ લીડર શ્રી રાહુલ ગાંધી ને સ્વાગત સત્કાર માટે સમગ્ર ગુજરાત માંથી કર્યકર્તા મોટી સંખ્યા માં સુરત ખાતે જવાના હોઈ, લોકશાહી નું ગળું ઘોટતા ભાજપ સરકાર અને એમના ઇશારે કામ કરતું પોલિસ તંત્ર ઠેર ઠેર નાકા ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે બીજી બાજુ મોડી રાત્રે સરવર ગામ ખાતે થી ડાંગ જિલા કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ પટેલ, મીડિયા પ્રમુખ તુષાર કામડી, જીજ્ઞેશ પટેલ, વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ ભોયે, ઝાવડા પંચાયત ના આગેવાન ખાલપાભાઈ, નરેશ રેંજડ, રમેશભાઈ સરપંચ સહિત વઘઈ તાલુકા ના 50 થી વધુ આગેવાનો ને મોડી રાત થી ડીટેઈન કરવામાં આવ્યા હતા. લોકશાહી ની ગળું ઘોટતી સરમુખત્યાર શાશન માં ભાજપ શાસકો લોકશાહી ની નિર્મમ હત્યા કરી રહ્યા છે. લોકો ના હક અધિકાર છીનવી રહિયા છે. રાહુલ ગાંધી આ દેશ નો અવાજ છે, કરોડો ભારતીયો નો અવાજ છે જેમના પિતા અને દાદી એ આ દેશ માટે જીવ આપી દીધા હોઈ, એવા લોક ચાહના ધરાવતા નેતા ને કનડગત કરવા ભાજપ સરકાર સામે આજે સમગ્ર દેશ ના લોકો રોષ વ્યક્ત કરે છે. લોકશાહી બચવવા હવે લોકો એ આગળ આવવું પડશે. બાકી આવી મૂડી વળી સરકાર દેશ ના તમામ લોકોના ન્યાય ને અવાજ ને ગળી જશે.