મહિલા રિક્ષાચાલક સામે ગંદી હરકત કરનાર આરોપી ને કલાકોમાં જ વલસાડ પોલીસે ઝડપી પોલીસે તેને જાહેરમાં કરાવ્યુ કાયદાનું ભાન
વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.
વલસાડના વાપીમાં (Vapi) એક મહિલા રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે, પરંતુ વાપીના એક વિધર્મી રિક્ષાચાલકને (Auto driver) કદાચ મહિલાની આત્મનિર્ભરતા પસંદ ન આવી હોય તેમ લાગે છે. વાત કઇક એમ છે કે વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.
આ બેફામ રિક્ષાચાલક આટલેથી પણ ના અટક્યો અને તેને મહિલા રિક્ષાચાલકને અપશબ્દો બોલીને અશ્લીલ હરકત કરી, પરંતુ આ બેફામ વિધર્મી રિક્ષાચાલક એ ભૂલી ગયો કે આ આજના સમયની આત્મનિર્ભર નારી છે. તેને રિક્ષાચાલકની હરકત મોબાઇલમાં કેદ કરી વાયરલ કરી તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
તો બીજી તરફ મહિલાની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ બેફામ વિધર્મી રિક્ષાચાલકને ઝડપી જાહેરમાં મહિલા રિક્ષાચાલકની માફી મંગાવડાવી છે. આ સાથે પોલીસે વિધર્મી રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.